ચાંપાનેરની વાવ
દેખાવ
ચાંપાનેરની વાવ | |
---|---|
અન્ય નામો | સર્પાકાર વાવ |
સામાન્ય માહિતી | |
સ્થાન | ચાંપાનેર, હાલોલ તાલુકો, પંચમહાલ જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | ૪૮ ઉત્તર, ૭૩.૫૧ પૂર્વ |
ચાંપાનેરની વાવ તરીકે ઓળખાતી સર્પાકાર વાવ (અંગ્રેજી: હેલિકલ સ્ટેપવેલ) પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલ ચાંપાનેરમાં આવેલી છે.[૧] આ વાવ નાની છે અને તે ફક્ત ૧૯ મીટરની જગ્યા ધરાવે છે.[૧]
બાંધકામ
[ફેરફાર કરો]વાવનું બાંધકામ સાદું છે; તેમાં એક કૂવા માટેની ગરગડી અને પ્રવેશવા માટેની એક નાની સીડી છે જે સર્પાકાર સીડી તરફ લઈ જાય છે.[૧] સર્પાકાર સીડી કૂવાની દિવાલ સાથે અડકીને બનાવેલી છે. પ્રવેશવા માટેની સીડી દોઢ મીટર પહોળી અને ચાર મીટર લાંબી છે, આ સીડી કૂવાની ઉંચાઈથી જ્યારે બે મીટર નીચે આવે છે ત્યારે સર્પાકાર સીડીઓની શરૂઆત થાય છે.[૧] પગથિયાંની પહોળાઈ ૧.૨૦ મીટર છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૬. ISBN 978-0-391-02284-3.