ચાર્લ્સ ડાર્વિન

વિકિપીડિયામાંથી
ચાર્લ્સ ડાર્વિન
જન્મ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ Edit this on Wikidata
The Mount Edit this on Wikidata
મૃત્યુ૧૯ એપ્રિલ ૧૮૮૨ Edit this on Wikidata
Down House Edit this on Wikidata
અંતિમ સ્થાનWestminster Abbey Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયભૂસ્તરશાસ્ત્રી, પ્રકૃત્તિવિદ્દ, તત્વજ્ઞાની, લેખક, વનસ્પતિશાસ્ત્રી Edit this on Wikidata
જીવન સાથીEmma Darwin Edit this on Wikidata
બાળકોAnne Darwin, Francis Darwin, William Erasmus Darwin, Henrietta Darwin, George Howard Darwin, Leonard Darwin, Horace Darwin, Charles Waring Darwin, Elizabeth Darwin, Mary Eleanor Darwin Edit this on Wikidata
માતા-પિતા
  • Robert Darwin Edit this on Wikidata
  • Susannah Darwin Edit this on Wikidata
કુટુંબErasmus Alvey Darwin, Caroline Wedgwood, Marianne Darwin, Emily Darwin, Susan Darwin Edit this on Wikidata
પુરસ્કારો
  • Copley Medal (For his important researches in geology, zoology, and botanical physiology., ૧૮૬૪)
  • Pour le Mérite for Sciences and Arts order (૧૮૬૮)
  • Fellow of the Geological Society of London
  • Bressa Prize (૧૮૭૫)
  • Honorary doctor of Leiden University (૧૮૭૫)
  • Wollaston Medal (૧૮૫૯)
  • Honorary Fellow of the Royal Society Te Apārangi (૧૮૭૧–) Edit this on Wikidata
સહી

ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પ્રણેતા હતા.

તેમનો જન્મ ઇંગ્લેન્ડમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯ના રોજ થયો હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી. દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ હતો તેથી વિશેષ જોખમભર્યો હતો. ડાર્વિને જોયું કે એક જ જાતિમાં પણ કોઇપણ બે જીવ કે બે બીજ એક સરખાં હોતા નથી. તેમનું પુસ્તક ‘જાતિઓની ઉત્પતિ’ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સમજ વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનત્તમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. ઉપરાંત ડાર્વિન પરવાળાના ખડકો, જીવડાં દ્વારા ફલીકરણ તેમજ પ્રાણીઓમાં લાગણીનું તત્વ વગેરે વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું.

૧૯ એપ્રિલ, ૧૮૮૨ ના રોજ તેમનું અવસાન થયું.