ચિખલી, મહારાષ્ટ્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચિખલી
चिखली
શહેર
ચિખલી is located in Maharashtra
ચિખલી
ચિખલી
મહારાષ્ટ્ર, ભારતમાં સ્થાન
Coordinates: 20°02′N 75°47′E / 20.03°N 75.78°E / 20.03; 75.78
દેશ  ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો બુલઢાણા
સરકાર
 • પ્રકાર નગર પાલિકા
વિસ્તાર
 • કુલ ૧,૦૦૯
ઉંચાઇ ૬૦૬
વસ્તી (૨૦૧૧)
 • કુલ ૯૧,૭૫૭
 • ક્રમ જિલ્લામાં રજો, દેશમાં ૮૬૭મો
 • ગીચતા ૨૧૯
ભાષાઓ
 • અધિકૃત મરાઠી
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિનકોડ ૪૪૩૨૦૧
ટેલિફોન કોડ ૯૧-૭૨૬૪
વાહન નોંધણી MH-28

ચિખલી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જીલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. તે પૂણે-નાગપુર હાઇવે પર આવેલું છે. અહીના લોકો સામાન્ય રીતે ખેતી અને વેપારના કામો કરે છે. અહીના મોટાભાગના લોકોની માતૃભાષા અને વ્યવહારની ભાષા મરાઠી છે.

ભુગોળ[ફેરફાર કરો]

ચિખલી શહેર 20°02′N 75°47′E / 20.03°N 75.78°E / 20.03; 75.78 પર આવેલું છે.[૧]

શિક્ષણ[ફેરફાર કરો]

અનુરાધા એન્જીનીયરીંગ કોલેજ અહીંથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલી છે, જેમાં મિકેનીકલ, કેમિકલ, ટેકસટાઇલ, કોમ્પ્યુટર, આઈ.ટી. અને ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના વિભાગો આવેલા છે. આ કોલેજની બાજુમાં અનુરાધા કોલેજ ઓફ ફાર્મસી આવેલી છે. આ સિવાય અહી ડૉ. કે. બી. હેડગેવાર આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

રેણુકા દેવીનું મંદિર અહી સુપ્રસિદ્ધ છે, જ્યાં ચૈત્રી પૂનમના દિવસે મેળો ભરાય છે. અહી હનુમાન જયંતી અને ગણેશ ચતુર્થી ખાસ તહેવારો છે. ખામગાવ રોડ પર પંચમુખી મહાદેવનું મંદિર અહીનું એકમાત્ર મોટું શિવાલય છે. અહીંથી ૧૭ કિલોમીટર દૂર વિશ્વવિખ્યાત બાબા સૈલાનીની દરગાહ આવેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]