ચોરવાડ(તા. માળીયા હાટીના)
![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૬ એપ્રિલ ૨૦૧૭)
|
ચોરવાડ | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°01′45″N 70°14′00″E / 21.029212°N 70.233300°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જૂનાગઢ | ||
વસ્તી | ૨૨,૭૨૦[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ચોરવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક નગર છે. નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં નાગરવેલનાં પાન તથા નારિયેળ (સ્થાનિક ભાષામાં નાઘેર)ની પણ ખેતી થાય છે, જેને વાડી કે બગીચો કહેવામાં આવે છે. અહીં પ્રાથમિક શાળા, નગરપાલિકા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નજીકનું રેલવે સ્ટેશન ચોરવાડ રોડ (કોડ: CVR) છે.
અનુક્રમણિકા
નામ[ફેરફાર કરો]
એવું મનાય છે કે ચોરવાડનું નામ કુખ્યાત ચાંચિયાઓના ત્યાં નિવાસને કારણે પડ્યું છે.[૨]
વસ્તી[ફેરફાર કરો]
૧૮૭૨માં ચોરવાડની વસ્તી ૨૮૧૮ હતી પરંતુ ૧૮૭૮-૭૯ના દુષ્કાળને કારણે તે ૧૮૮૧માં ઘટીને ૧૨૯૯ થઇ ગઇ હતી.[૨] ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ચોરવાડની વસ્તી ૨૨,૭૨૦ છે.[૧]
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
અહીં સમુદ્રકિનારે સ્થિત હોલિડે કેમ્પ માટેનું પ્રખ્યાત સ્થળ છે, જ્યાં નવાબીકાળનો હવામહેલ આવેલો છે. તે ઉપરાંત સમુદ્ર કિનારે ભવાની માતાજીનું અને દાઢેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.[૩]
પ્રખ્યાત વ્યક્તિઓ[ફેરફાર કરો]
- ધીરુભાઈ અંબાણી - ઉદ્યોગપતિ
- અમૃતલાલ પઢિયાર - લેખક
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ "Chorvad City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. Retrieved ૭ એપ્રિલ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૪૦૬–૪૦૭. Check date values in:
|year=
(મદદ) - ↑ "હોલિડેકેમ્પ(ચોરવાડ)". માળીયા હાટીના તાલુકા પંચાયત. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
| ||||||||||||||||
|