છપિયા
Appearance
(છપૈયા થી અહીં વાળેલું)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
છપિયા ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌંડા જિલ્લામાં અયોધ્યાથી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે.
પ્રાસાદિક જગ્યાઓ
[ફેરફાર કરો]આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ૨૫-પચ્ચીસથી વધુ જગ્યાઓ આવેલી છે.
- શિખરબદ્ધ મંદિર: અહીં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં વાસુદેવ નારાયણ, કુંજવિહારી, રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે. આ મંદિર આરસનું બનેલું છે.
- જન્મ સ્થાન: અહીં બંગલાઘાટનું સુંદર મંદિર છે. આ મંદિરમાં બાલ સ્વરુપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં તેમની બાળલીલાના ભીંતચિત્રો પણ દર્શનીય છે. આ મંદિરમાં આજથી બે શતાબ્દિ પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, તે જગ્યાના દર્શન પણ થાય છે.
- ગંગાજળીયો કૂવો: આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે. આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેક વાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદિનું સ્થાન છે.
- આંબલીની લીલાનું સ્થાન: ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેધ સંસ્કાર થયો ત્યારે બે સ્વરુપે દર્શન થયેલા. જ્યાં કાન વીંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઇ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય; આમ ત્રણ ત્રણ વાર થયેલું. આ આંબલીના વૃક્ષનાં દર્શન યાત્રાળૂઓ અવશ્ય કરે છે.
- ગમાણની લીલાનું સ્થાન: અહીં ઘરના ગાય - ભેંસ બાંધવાની જગ્યા હતી. બાળપ્રભુ એકવાર રિસાઇને અહીં બેસી ગયા હતા. આજે પણ એ જ્ગ્યા જેમની તેમ સચવાયેલી છે.
- નારાયણ સરોવર: આ સરોવર છપિયા ગામનું સૌથી મોટું તળાવ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ માતા-પિતા સાથે અનેકવાર સ્નાન કરવા આવતા હતા.
- ધર્મ-ભક્તિ ઓટો: અહીં ભગવાન સ્વામિનારાયણના માતા-પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિછત્રીઓ આવેલી છે.
- કાલિદત્તવધ સ્થાન: આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગકળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલિદત્તને માર્યો હતો. તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિપ્રસિદ્ધ લીલા છે.
- ત્રિકોણીયું ખેતર
- ચીભડાની લીલાનું ખેતર
- મીન સરોવર
- જાંબુડાનું વૃક્ષ
- બહિરીયો કૂવો
- મોક્ષ પીપળો
- ખાંપાતળાવડી
- ભુતિયો કૂવો
- કલ્યાણ સાગર તળાવ
- રામસાગર
- પતજીયા મહાદેવ
- જંગલેશ્વર મહાદેવ
- ગૌઘાટ
- શ્રવણ તલાવડી
- તરગામ
- જીરાભારી તળાવ
- મખોડાઘાટ