લખાણ પર જાઓ

છિન્નમસ્તા

વિકિપીડિયામાંથી
છિન્નમસ્તા
આત્મ-બલિદાનની દેવી
દસ મહાવિદ્યાઓના સભ્ય
એક શિરચ્છેદ કરાયેલ, નગ્ન, લાલ રંગની દેવી એક વિશાળ કમળની અંદર સમાગમ કરી રહેલા યુગલ પર ઉભી છે. તેણીએ તેનું કપાયેલું માથું અને એક વાંકી તલવાર પકડી છે. તેણીની ગરદનમાંથી લોહીના ત્રણ પ્રવાહો તેણીના માથાને ખવડાવે છે અને બે પ્રવાહો નગ્ન, લાલ રંગની સ્ત્રીઓની બાજુમાં છે. ત્રણેય વિચ્છેદ કરેલા માથાની માળા, સર્પ (તેના ગળામાં) અને વિવિધ સોના અને મોતીના આભૂષણો પહેરે છે.
૧૯મી સદીના લિથોગ્રાફ અનુસાર દેવી છિન્નમસ્તા
જોડાણોમહાદેવી, મહાવિદ્યા, દેવી, પાર્વતી
રહેઠાણસ્મશાન ભૂમિ
શસ્ત્રવાંકી તલવાર
જીવનસાથીકબંધ ભૈરવ કે છિન્નમસ્ત તરીકે શિવજીનું રૂપ

છિન્નમસ્તા (શાબ્દિક રીતે "જેનું માથું કપાયેલું છે") એ દસ મહાવિદ્યાઓમાંની એક દેવી છે. તેમની જોડણી ચિન્નમસ્તા તરીકે પણ થાય છે. તથા તેમને છિન્નમસ્તિકા, છિન્નમસ્ત કાલી, પ્રચંડ ચંડિકા અને ગુજરાત જેવા રાજ્યોમાં જોગણી મા પણ કહેવાય છે. તેઓ તંત્રની ગૂઢ પરંપરામાંના દસ દેવીઓ અને માતા મહાદેવીનું એક વિકરાળ સ્વરૂપ છે. સ્વયં-શિરચ્છેદ કરાયેલ નગ્ન દેવી, સામાન્ય રીતે દૈવીય સંભોગ કરતાં યુગલ પર ઉભી રહેતાં અથવા બેઠેલાં હોય છે. તેઓ એક હાથમાં પોતાનું કપાયેલું માથું અને બીજા હાથમાં વાંકી તલવાર પકડી રાખે છે. તેમની લોહીલુહાણ ગરદનમાંથી ત્રણ લોહીના પ્રવાહ નીકળે છે જેને તેમનું કપાયેલું માથું અને અન્ય બે સેવિકાઓ પી જાય છે.

છિન્નમસ્તા વિરોધાભાસોની દેવી છે. તેઓ દેવીના બંને પાસાઓનું પ્રતીક છેઃ જીવન આપનાર અને જીવન લેનાર. અર્થઘટનના આધારે તેમને જાતીય સ્વ-નિયંત્રણનું પ્રતીક અને જાતીય ઊર્જાનું મૂર્ત સ્વરૂપ એમ બંને ગણવામાં આવે છે. તેઓ મૃત્યુ, અસ્થાયીતા અને વિનાશ તેમજ જીવન, અમરતા અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે. છિન્નમસ્તા આધ્યાત્મિક આત્મ-અનુભૂતિ અને કુંડલિની જેવી આધ્યાત્મિક ઊર્જા જાગૃત કરે છે. છિન્નમસ્તાની દંતકથાઓ તેણીના આત્મ-બલિદાન પર ભાર મૂકે છે. તથા કેટલીક વાર માતૃત્વ તત્વ સાથે જાતીય પ્રભુત્વ અને આત્મ-વિનાશક રોષની વાત કરે છે.

A decapitated, nude, red-complexioned woman stands, raising her left arm, which holds her severed head. She is flanked by two smaller, nude women: a white-coloured one (left) and a blue-coloured one (right).
૧૪મી સદીનું નેપાળનું ચિત્ર: હિંદુ છિન્નમસ્તા દેવી બૌદ્ધ ચિન્નમુંડા દેવીનાં પૂર્વવર્તી હોવાનું માનવામાં આવે છે.

હિંદુ છિન્નમસ્તા તાંત્રિક અને તિબેટીયન બૌદ્ધ ધર્મમાં એક નોંધપાત્ર દેવતા તરીકે દેખાય છે. ત્યાં તેણીને ચિન્નમુંડા (તેણીના કપાયેલા માથા સાથે) અથવા ત્રિકાય-વજ્રયોગિની (ત્રણ શરીરવાળાં વજ્રયોગિની) કહેવામાં આવે છે. ચિન્નમુંડા એ વજ્રયોગિની દેવી (અથવા વજ્રવારાહી)નું કપાયેલું માથું સ્વરૂપ છે, જે વજ્રયોગિનીનું વિકરાળ સ્વરૂપ છે, જેને છિન્નમસ્તા જેવું જ દર્શાવવામાં આવ્યું છે.[][]

દંતકથાઓ

[ફેરફાર કરો]

છિન્નમસ્તાના જન્મની બે વાર્તાઓનું વર્ણન પ્રાણતોષિની તંત્રમાં (૧૮મી સદી) થયું છે. નારદ-પંચરાત્રમાં એક દંતકથા જણાવે છે કે કેવી રીતે એકવાર મંદાકિની નદી સ્નાન કરતી વખતે પાર્વતી લૈંગિક રીતે ઉત્તેજિત થાય છે અને કાળાં પડી જાય છે. તે જ સમયે, તેમનાં બે મહિલા સેવિકાઓ ડાકિની અને વર્ણીની (જયા અને વિજયા પણ કહેવાય છે) અત્યંત ભૂખ્યાં થઈ જાય છે અને ભોજન માટે ભીખ માંગે છે. પાર્વતી શરૂઆતમાં તેઓ ઘરે પરત ફર્યા પછી તેમને ભોજન આપવાનું વચન આપે છે, તેમ છતાં દયાળુ દેવી પોતાનું શિરચ્છેદ કરે છે અને તેમની ભૂખને સંતોષવા માટે પોતાનું લોહી આપે છે. બાદમાં પાર્વતી તેમના માથામાં ફરી જોડાયા પછી ઘરે પરત ફરે છે.[]

પ્રાણતોષિની તંત્રમાંથી અને સ્વતંત્ર તંત્રમાંથી અન્ય સંસ્કરણ શિવ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તેઓ યાદ કરે છે કે તેમની પત્ની ચંડિકા (પાર્વતી તરીકે ઓળખાતી) મૈથુન ક્રિયામાં ડૂબી ગઈ હતી, પરંતુ શિવજીના વીર્ય ઉત્સર્જનથી ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ તેણીનાં સેવિકાઓ ડાકિની અને વર્ણિની તેના શરીરમાંથી ઊઠી ગયા. બાકીની વાર્તા અગાઉના સંસ્કરણ જેવી જ છે, જોકે નદીને પુષ્પભદ્રા કહેવામાં આવે છે, છિન્નમસ્તાના જન્મના દિવસને વિરરાત્રી કહેવામાં આવે છે. નિસ્તેજ પાર્વતીને જોઈને શિવ ગુસ્સે થાય છે અને ક્રોધભર્યું ભૈરવ સ્વરૂપ ધારણ કરે છે. આ સંસ્કરણ શક્તિસંગમ તંત્ર (ઇ. સ. ૧૬મી સદી)માં ફરીથી કહેવામાં આવ્યું છે, જેમાં છિન્નમસ્તા કાલી અને તારા સાથે ત્રિપુટી બનાવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Kinsley, David R. (1988). "Tara, Chinnamasta and the Mahavidyas". Hindu Goddesses: Visions of the Divine Feminine in the Hindu Religious Tradition (1 ed.). University of California Press. ISBN 978-0-520-06339-6. p. 172
  2. English, Elizabeth (2002). Vajrayoginī: her visualizations, rituals & forms: a study of the cult of Vajrayoginī in India. Studies in Indian and Tibetan Buddhism. Boston: Wisdom Publications. ISBN 978-0-86171-329-5.
  3. Donaldson, Thomas E. (2001). Iconography of the Buddhist sculpture of Orissa. Indira Gandhi National Centre for the Arts. New Delhi: Indira Gandhi National Centre for the Arts : Abhinav Publications. પૃષ્ઠ ૪૧૨. ISBN 978-81-7017-375-5.
  4. White, David Gordon, સંપાદક (2000). Tantra in practice. Princeton readings in religions. Princeton Oxford: Princeton University Press. પૃષ્ઠ ૪૬૪. ISBN 978-0-691-05779-8.