જકાર ઝોંગ
જકાર ઝોંગ | |
---|---|
![]() જકાર ઝોંગ | |
અક્ષાંશ-રેખાંશ: 27°32′56″N 90°44′37″E / 27.54889°N 90.74361°E | |
દેશ | ![]() |
જિલ્લો | બુમથાંગ જિલ્લો |
સમય વિસ્તાર | UTC+૬ (BTT) |
જકાર ઝોંગ અથવા જકાર યુગ્યાલ ઝોંગ એ મધ્ય ભૂતાનના બુમથાંગ જિલ્લામાં આવેલો ઝોંગ છે. તે જકાર શહેરની ઉપરની પર્વતમાળામાં બુમથાંગની ચામખર ખીણમાં આવેલો છે. તે રાલુન્ગ વંશજ યોંગઝિન નગાગી વાંગચુક (૧૫૧૭-૧૫૫૪) જ્યારે ભૂતાન આવ્યા ત્યારે તેમના દ્વારા બનાવવામાં આવેલ મંદિરની જગ્યાએ બનાવવામાં આવ્યો છે. જકાર ઝોંગ ભૂતાનનો સૌથી મોટો ઝોંગ છે, જે ૧,૫૦૦ મીટર (૪,૯૦૦ ફીટ)નો પરિઘ વિસ્તાર ધરાવે છે.[૧]
જકાર નામ શબ્દ બજાખાબમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સફેદ પક્ષી થાય છે. દંતકથા મુજબ ૧૫૪૯માં જકાર ઝોંગની સ્થાપના વખતે સફેદ પક્ષીએ બાંધકામની જગ્યાનું યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૭મી સદીમાં, તિબેટમાં ત્સાંગના શાસક, ફુંટશો નામગ્યલે, ઝાબદ્રુંગનો નાશ કરવા માટે બે વાર સૈન્ય મોકલ્યું. આ ઝુંબેશ દરમિયાન ઝોંગને નુકસાન થયું હતું પરંતુ બાદમાં ટ્રોંગસા પેનલોપ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૬૭૯માં તિબેટી આક્રમણકારોએ બુમથાંગની નજીકની ટેકરી પર પડાવ નાખ્યો હતો. દુશ્મનો સામે લડવા માટે ભૂટાન પાસે સંસ્થાકીય સશસ્ત્ર દળ ન હોવાથી, તેઓએ રક્ષણ કરતા દેવતાઓ, ચોએ છોંગ ચમદલ સમની મદદ લીધી. તેનઝિન રાબગેએ નવા બનેલા ઝોંગને પવિત્ર કર્યું અને લોંગવા નામના વ્યક્તિને પ્રથમ ઝોંગપોન તરીકે પસંદ કર્યો. લોંગવા એ રાજા સિંદુ ગ્યાબ (સિંધુ રાજા) નો પુનર્જન્મ હતો. તેમનો જન્મ ગુરુ રિનપોચેની ભવિષ્યવાણી અનુસાર થયો હતો.