જગતસિંઘજી મહારાજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જગતસિંહજી મહારાજ સરદાર બહાદુર જગતસિંહજી મહારાજ તરીકે ઓળખાય છે. તેઓ રાધાસ્વામી સત્સંગ, બ્યાસના ત્રીજા અને હજૂર બાબા સાવનસિંઘ મહારાજના અનુગામી એવા મુખ્ય આગેવાન હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૪ના વર્ષમાં ૨૭મી જુલાઈના રોજ બ્યાસની નજીક આવેલા નુસી નામના નાના ગામમાં થયો હતો. એમણે પહેલાં જલંધર ખાતે મિશન શાળામાં અને ત્યારબાદ લાહોર ખાતે ગવર્મેન્ટ કોલેજમાં રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક (એમ.એસ.સી.) સુધી અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ પછી તેઓ લાયલપુર ખાતે પંજાબ એગ્રિકલ્ચર કોલેજમાં રસાયણશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. નિવૃત્તિના સમયે તેઓ આ જ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ હતા.

ઈ. સ. ૧૯૪૮માં અસ્વસ્થ તબિયત છતાં એમણે રાધાસ્વામી સત્સંગ, બ્યાસના સદ્‌ગુરુ તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને મૃત્યુ પર્યંત નિભાવી હતી. તેમનું અવસાન ૬૭ વર્ષની વયે ૨૩મી ઓક્ટોબર, ૧૯૫૧ના રોજ બ્યાસ ખાતે થયું હતું.