જનમટીપ

વિકિપીડિયામાંથી
જનમટીપ
લેખકઈશ્વર પેટલીકર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારજાનપદી નવલકથા
પ્રકાશન તારીખ
૧૯૪૪

જનમટીપ ઈશ્વર પેટલીકરની ૧૯૪૪માં પ્રકાશિત સૌપ્રથમ નવલકથા છે, જે ગુજરાતના શ્રમજીવી ઠાકરડા જ્ઞાતિના પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના મનમાં ચાલતા અંતર સંઘર્ષની કથા છે.[૧] જનમટીપ નવલકથા પાટણવાડીયા કે બારૈયા જ્ઞાતિના પ્રતિનિધિરૂપ પાત્રો ચંદા અને ભીમાની પ્રણયકથા, પરાક્રમ, શીલ, સંયમ, વટ, વ્યવહાર, ત્યાગ અને ભાવનાનું પ્રતિબિંબ રજૂ કરે છે.[૨]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

જનમટીપ પાટણવાડીયા ખેડૂત ઠાકોરો જ્ઞાતિની સામાજિક વાસ્તવિકતા અને ગ્રામ સમાજને આબેહૂબ રજૂ કરતી નવલકથા છે. આ નવલકથામાં પાટણવાડીયા જ્ઞાતિનું હીર અને ઓજસ રજુ થાય છે.[૩]

કથા[ફેરફાર કરો]

રયજીની દીકરી ચંદા પરાક્રમી અને સશક્ત વીરબાળા છે.[૩] જેણે બાળપણમાં સાંઢને નાથ્યો હોય છે, જેથી તેનું નામ ગામોગામ ફેલાયું છે અને તેની સગાઈ તૂટી જાય છે.[૧] રામદેવપીરના મેળામાં ભીમો પોલીસ સાથે બોલચાલ કરે છે.[૩] તેને જોઈ ચંદા તેને પસંદ કરવા લાગે છે.[૧] ત્યારબાદ ભીમા અને ચંદા ના લગ્ન થાય છે. ચંદા કહે છે કે, "હું અભિમાન નહીં કરું પણ ટેક નહિ મુકું".[૧]

પુંજો બામરોલિયો ચંદાની મશ્કરી કરે છે, તે તેને પસંદ આવતું નથી અને વેર ન વાળે ત્યાં સુધી તે પોતાના પિયર ચાલી જાય છે. ભીમાને ખેતરમાં ધાડપાડુઓ સાથે ઝઘડો થાય છે અને તે ગંભીર રીતે ઘવાય છે.[૨][૩] તેને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સારવાર કરવા ચંદા આવે છે અને ભીમો સાજો થતાં પાછી પિયર ચાલી જાય છે.[૧][૨]

અંતે પિતા અને પુત્ર સાથે મળી પુંજાનું ખૂન કરે છે, વેર વળતાં ચંદા ઘેર પાછી ફરે છે. ભીમાને અને તેના પિતાને જનમટીપની સજા થાય છે, જેથી ચંદા ભીમાના ઘર-ખેતર ની દેખરેખ કરવા લાગે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ચૌધરી, રઘુવીર (૧૯૯૬). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૨૧–૪૨૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પટેલ, ડૉ. બેચરભાઈ (2018). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૦૪–૨૦૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). ગુજરાતી સાહીત્યકોશ. અમદાવાદ: ગુજરાત સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૨૩.