જમ્મુ અને કાશ્મીર (રજવાડું)

વિકિપીડિયામાંથી
જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ
ધ્વજ
જમ્મુ અને કાશ્મીર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સ્થિતિદેશી રાજ્ય (૧૮૪૬-૧૯૪૭)
સ્વાયત રાજાશાહી (૧૯૪૭-૧૯૫૨)
રાજધાનીજમ્મુ
શ્રીનગર

જમ્મુ અને કાશ્મીર એ જામવાલ રાજપૂત વંશ દ્વારા શાસિત દેશી રાજ્ય હતું.[૧] આ રજવાડાંની સ્થાપના ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહે સિખ સામ્રાજ્યના ઉત્તરી ભાગમાં કરી હતી.[૨] ૧૯૪૭માં પાકિસ્તાની આક્રમણ[૩] બાદ મહારાજા હરિસિંહે જમ્મુ અને કાશ્મીર રજવાડાંનો ભારતમાં વિલય કર્યો હતો.[૪] બ્રિટિશ રાજમાં જમ્મુ અને કાશ્મીર, વિસ્તારની દ્રષ્ટિએ ભારતીય ઉપખંડનું સૌથી મોટું દેશી રાજ્ય હતું.[૫]

રાજવંશ[ફેરફાર કરો]

ક્રમાંક નામ શાસનકાળ
૧. ગુલાબસિંહ ૧૮૪૬-૧૮૫૭
૨. રણવીરસિંહ ૧૮૫૭-૧૮૮૫
૩. પ્રતાપસિંહ ૧૮૮૫-૧૯૨૫
૪. હરિસિંહ ૧૯૨૫-૧૯૪૮
૫. કરણસિંહ (સગ઼ીર રાજકુમાર) ૧૯૪૮-૧૯૫૨

આ વંશના અંતિમ શાશક હરિસિંહ સૌથી લાંબુ અધિકૃત રાજશિર્ષક ધરાવતા શાસક હતાં, "સદરે સલ્તનતે ઇંગ્લિશિયા ઇન્દ્ર મહેન્દ્ર રાજ રાજેશ્વર મહારાજાધિરાજ મહારાજા શ્રી હરિસિંહ બહાદુર".

દિવાન[ફેરફાર કરો]

# નામ કાર્યારંભ કાર્યારંત
રાજા હરિસિંહ ૧૯૨૫ ૧૯૨૭
સર એલ્બિયન બેનર્જી ૧૯૨૭ ૧૯૨૯
જ્યોર્જ વૅકફિલ્ડ ૧૯૨૯ ૧૯૩૧
હરિ કિશન કૌલ[૬] ૧૯૩૧ ૧૯૩૨
ઈલિયોટ જેમ્સ કોલ્વિન[૬] ૧૯૩૨ ૧૯૩૬
સર બરજોર દલાલ ૧૯૩૬ ૧૯૩૬
સર નરસિંહ અયંગ્ગર ૧૯૩૬ ૧૯૪૩
કૈલાશ નારાયણ હક્શાર ૧૯૪૩ ૧૯૪૪
સર બેનેગલ નરસિંહ રાવ ૧૯૪૪ ૧૯૪૫
૧૦ રામ ચંદ્ર કાક ૧૯૪૫ ૧૯૪૭
૧૧ જનકસિંહ ૧૯૪૭ ૧૯૪૭
૧૨ મેહર ચંદ મહાજન ૧૯૪૭ ૧૯૪૮
૧૩ શેખ અબ્દુલ્લાહ ૧૯૪૮ ૧૯૫૩


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jerath, Ashok (1998). Dogra Legends of Art and Culture, p. 22
  2. Panikkar, Gulab Singh 1930, p. 111–125.
  3. "Q&A: Kashmir dispute - BBC News".
  4. Mehr Chand Mahajan (1963). Looking Back. Bombay: Asia Publishing House. પૃષ્ઠ 162. ISBN 978-81-241-0194-0.
  5. Bose, Sumantra (2003). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. પૃષ્ઠ 32–37. ISBN 0-674-01173-2. CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ Copland, Ian (1981), "Islam and Political Mobilization in Kashmir, 1931-34", Pacific Affairs 54 (2)