જયગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જયગઢ કિલ્લો
जयगड किल्ला
મરાઠા સામ્રાજ્યનો ભાગ
જયગઢ, રત્નાગિરી જિલ્લો, મહારાષ્ટ્ર
Jaigad-Fort-Ratnagiri2.JPG
જયગઢ કિલ્લાની પશ્ચિમ દિશાની દિવાલ
જયગઢ કિલ્લો is located in મહારાષ્ટ્ર
જયગઢ કિલ્લો
જયગઢ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ17°18′03″N 73°13′17″E / 17.3007°N 73.2215°E / 17.3007; 73.2215
પ્રકારદરિયાકાંઠાનો કિલ્લો
સ્થળ વિષે માહિતી
ના તાબામાં  બીજાપુર
  કોંકણના ચાંચિયાઓ
  સંગમેશ્વર
 મરાઠા સામ્રાજ્ય (૧૭૧૩-૧૮૧૮)
  બ્રિટિશરો
જાહેર જનતા
માટે ખુલ્લું
હા
હાલતસંરક્ષિત ઈમારત
સ્થળનો ઇતિહાસ
કોણે બાંધ્યુંબીજાપુરના સુલતાન, મજબૂત નિર્માણ: કાન્હોજી આંગ્રે

જયગઢ કિલ્લો (મરાઠી:जयगड किल्ला; અંગ્રેજી:Jayagaḍa killā) (જૂના બ્રિટીશ રેકોર્ડમાં Zyghur તરીકે પણ લિપ્યાંતરિત છે.[૧]) દરિયાકિનારા પર સ્થિત એક કિલ્લો છે કે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના મંદિરના નગર એવા ગણપતિપુલે ખાતેથી ૧૪ કિલોમીટરના અંતરે એક ભેખડ પર આવેલ છે, જ્યાં શાસ્ત્રી નદી અરબી સમુદ્રમાં પ્રવેશે છે.[૨]

આ એક વ્યુહાત્મક સ્થળ છે, જ્યાંથી ખાડી તેમ જ નજીકના પાવર પ્લાન્ટ અને ખુલ્લા સમુદ્રનાં દૃશ્યો જોઈ શકાય છે. જેટી પોર્ટ આંગ્રે અને એક દીવાદાંડી આ કિલ્લા નજીકના આવેલ છે. ખંડેર હાલતમાં હોવા છતાં કિલ્લાના મોટા ભાગની બાહ્ય દિવાલો અને સંરક્ષણ દિવાલો હજુ પણ અડીખમ ઊભા છે. કિલ્લાની આસપાસ એક ઊંડી ખાઈ છે, જે દરિયા તરફની ભેખડવાળી ધાર તરફ નથી. મધ્યમાં ૧૩ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ કિલ્લા ખાતે કાન્હોજી આંગ્રેનો મહેલ, ગણપતિ મંદિર અને પાણીના સંગ્રહ માટે કુવા છે. આ એક રક્ષિત સ્મારક છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Naravane, M. S. (૧૯૯૮). The Maritime and Coastal Forts of India. Pg. 70: APH Publishing. pp. ૧૯૬. ISBN 8170249104. Check date values in: |year= (મદદ)
  2. "India travelogue entry about Ganepatipule and Jaigad Fort". Retrieved ૧૫ જાન્યુઆરી ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
  3. "List of the protected monuments of Mumbai Circle district-wise" (PDF).