જયા (વાવ)
દેખાવ
જયા પ્રાચીન ભારતના શિલ્પશાસ્ત્રમાં વર્ણિત વાવનો એક પ્રકાર છે. આ વાવ નંદા પ્રકારની વાવની જેમ જ સ્થાપત્ય તથા સુશોભિત લક્ષણો ધરાવે છે પરંતુ ત્રિમુખી પ્રવેશ તેની ખાસિયત છે. આ પ્રકારની વાવમાં ૩ સીડીઓ કાટખૂણે છેદે એમ પગથિયાંવાળી પરસાળને જોડાયેલી હોય છે.[૧] રાણી રૂડીબાઈએ બંધાવેલી અડાલજની વાવ આ પ્રકારની વાવનું એકમાત્ર હયાત ઉદાહરણ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠો ૨૫-૨૬. ISBN 978-0-391-02284-3