જવાહર નગર

વિકિપીડિયામાંથી

જવાહર નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યની સરહદે આવેલા કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનું ગામ છે.

નામનો ઇતિહાસ[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૫૬ પહેલા જવાહર નગર, ઝુરણ તરીકે ઓળખાતું હતું. ૧૯૫૬માં કરછના ધરતીકંપ વખતે આ ગામમાં મોટી જાનહાની થતાં તમામ મકાનો ધ્વંશ થઇ ગયાં હતાં. ત્યારે, ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ આ ગામની પાયાવિધી કરીને તેનુ પુન:નિર્માણ કરતા તે ઝુરણમાંથી જવાહર નગર બન્યું. ત્યાર બાદ કરછમાં આવેલા ૨૦૦૧ના વિનાશકારી ભુકંપમાં પણ આ ગામે ખુબજ તારાજી ભોગવી હતી.