જાન્યુઆરી ૧૪
Appearance
૧૪ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૫૭ – કૃપાલુ મહારાજને ૫૦૦ હિન્દુ વિદ્વાનો સમક્ષ સાત દિવસના ભાષણો આપ્યા બાદ પાંચમા જગદગુરુ (વિશ્વ શિક્ષક) તરીકે પસંદ કરવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૫૧ – અબુલ ફઝલ, અકબરનવરત્નોમાંના એક (અ. ૧૬૦૨)
- ૧૯૨૧ – નારાયણપ્રસાદદાસજી સ્વામી, આધ્યાત્મિક સંત (અ. ૨૦૧૮)
- ૧૯૨૬ – મહાશ્વેતા દેવી, ભારતીય સામાજિક કાર્યકર્તા અને લેખિકા (અ. ૨૦૧૬)
- ૧૯૩૫ – લાભશંકર ઠાકર, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૧૬)
- ૧૯૩૭ – શોભન બાબુ, ભારતીય ચલચિત્ર અભિનેતા (તેલુગુ ચલચિત્ર), (અ. ૨૦૦૮)
- ૧૯૩૮ – વિનોદ ભટ્ટ, ગુજરાતી હાસ્યલેખક, કટારલેખક (અ. ૨૦૧૮)
- ૧૯૫૦ – રામભદ્રાચાર્ય, ભારતીય ધાર્મિક નેતા, વિદ્વાન અને લેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૭ – નરસિંહરાવ દિવેટિયા, ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી (જ. ૧૮૫૯)
- ૧૯૩૭ – જયશંકર પ્રસાદ, ભારતીય કવિ, લેખક અને નાટ્યકાર (જ. ૧૮૮૯)
- ૧૯૫૪ – બિપિન બિહારી ગાંગુલી, ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્ય અને રાજકારણી (જ. ૧૮૮૭)
- ૧૯૬૨ – એમ. વિશ્વેશ્વરૈયા, ભારતીય ઇજનેર, વિદ્વાન અને રાજકારણી (જ. ૧૮૬૦)
- ૧૯૮૨ – પંડિત ગજાનન અંબાડે, જલતરંગ તાલવાદ્યના પ્રશિક્ષક (જ. ૧૯૧૪)
- ૧૯૯૧ – માણી માધવ ચાક્યાર, કેરળ રાજ્યની પ્રાચીન સંસ્કૃત નાટક પરંપરા કુટિયાટ્ટમના મહાન કલાકાર (જ. ૧૮૯૯)
- ૨૦૧૧ – પ્રિયબાળા શાહ, ગુજરાતી લેખક, સંશોધક અને ભારતીય સંસ્કૃતિ અને કલાના તજજ્ઞ (જ. ૧૯૨૦)
- ૨૦૧૩ – જસુબેન શિલ્પી, ભારતીય કાંસ્ય શિલ્પ કલાકાર (જ. ૧૯૪૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- મકર સંક્રાંતિ અથવા ઉતરાયણ
- માંધાતા પ્રાગટ્ય ઉત્સવ[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Automation, Divyabhaskar (2019-01-10). "ગોંડલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે". divyabhaskar. મેળવેલ 2019-01-18.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 14 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |