લખાણ પર જાઓ

જાન્યુઆરી ૨૮

વિકિપીડિયામાંથી

૨૮ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૧૩ – જેન ઓસ્ટેનની નવલકથા પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ સૌ પ્રથમ યુનાઇટેડ કિંગડમમાં પ્રકાશિત થઈ.
  • ૧૮૪૬ – બ્રિટિશ અને શીખ દળો વચ્ચે પંજાબ પ્રદેશમાં લડાયેલી અલીવાલની લડાઈમાં સર હેરી સ્મિથની આગેવાની હેઠળની બ્રિટિશ સૈન્ય ટુકડીની જીત થઈ.
  • ૧૯૩૩ – ચૌધરી રહમત અલી ખાને સૌ પ્રથમ 'પાકિસ્તાન' શબ્દ પ્રયોજ્યો જેનો ભારતીય મુસ્લિમો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને બાદમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય પાકિસ્તાન માટે કારણભૂત બન્યો.
  • ૧૯૩૫ – આઇસલેન્ડ તબીબી ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ પશ્ચિમી દેશ બન્યો.
  • ૧૯૫૮ – પ્લાસ્ટીકના રમકડાં ઉત્પાદન કરતી લેગો કંપની દ્વારા પ્લાસ્ટીક બ્લોક્સની ડિઝાઇન પેટન્ટ કરાવવામાં આવી.
  • ૧૯૬૫ – કેનેડાના ધ્વજની વર્તમાન ડિઝાઇન સંસદના કાયદા દ્વારા પસંદ કરવામાં આવી.
  • ૨૦૨૩ – મધુસૂદન પારેખ, ગુજરાતી ભાષાના હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • માહિતી ગોપનીયતા દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]