જાન્યુઆરી ૪
Appearance
૪ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ચોથો (લિપ વર્ષ દરમ્યાન પણ ચોથો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૪૮ – બર્મા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
- ૧૯૫૮ – સ્પુટનિક ૧, ૧૯૫૭માં સોવિયેત યુનિયન દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ભ્રમણકક્ષામાંથી પૃથ્વી પર પછડાયો.
- ૧૯૫૯ – લુના ૧ ચંદ્રની નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું.
- ૧૯૬૨ – રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠનો શિલાન્યાસવિધિ ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે કરાયો.
- ૨૦૧૦ – વિશ્વની હાલની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા સત્તાવાર રીતે દુબઇમાં ખુલ્લી મૂકાઈ.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૪૩ – સર આઇઝેક ન્યૂટન, ઇંગ્લીશ ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી (અ. ૧૯૨૭)
- ૧૮૦૯ – લૂઈ બ્રેઈલ, "બ્રેઈલ લિપિ"ના શોધક. (અ. ૧૮૫૨)
- ૧૯૩૧ – નિરુપા રોય, હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેત્રી (અ. ૨૦૦૪)
- ૧૯૩૭ – રમણ સુરેન્દ્રનાથ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૧૨)
- ૧૯૪૦ – રજનીકાંત ત્રિવેદી ભાવનગરના પ્રથમ કક્ષાના ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૭ – ગોવર્ધનરામ ત્રિપાઠી, ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર (જ. ૧૮૫૫)
- ૧૯૬૦ – આલ્બેર કેમ્યૂ, ફ્રેન્ચ સાહિત્યકાર અને દાર્શનિક (જ. ૧૯૧૩)
- ૧૯૯૪ – આર. ડી. બર્મન, ભારતીય ફિલ્મ સંગીતકાર (જ. ૧૯૩૯)
- ૨૦૧૫ – ઉપેન્દ્ર ત્રિવેદી, ગુજરાતી ચલચિત્ર અને નાટ્યઅભિનેતા, દિગ્દર્શક, નિર્માતા (જ. ૧૯૩૬)
- ૨૦૧૭ – શશી કપૂર, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |