લખાણ પર જાઓ

જાપાન

વિકિપીડિયામાંથી
દુનિયામાં જાપાનનું સ્થાન

જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે.

જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો દેશ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો ચીન, કોરિયા અને રશિયા છે. જાપાનવાસીઓ પોતાના દેશને "નિપ્પોન" (Nippon) પણ કહે છે, જેનો અર્થ "ઊગતા સૂર્યનો દેશ" થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાનના પ્રસિદ્ધ શહેરો છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

જાપાની લોકવાર્તાઓ અનુસાર વિશ્વ ના નિર્માતાએ સૂર્ય દેવી તથા ચન્દ્ર દેવીની પણ રચના કરી. ત્યારબાદ, તેમનો પૌત્ર ક્યૂશૂ દ્વીપ પર આવ્યો અને પછી તેમના સંતાનો હોંશૂ દ્વીપ પર ફેલાઈ ગયા.

પ્રાચીન યુગ

[ફેરફાર કરો]

જાપાનનું પ્રથમ લેખિત પ્રમાણ ઈ. સ. ૫૭ ના એક ચીની લેખમાંથી મળે છે. તેમાં એક એવા રાજનીતિજ્ઞના ચીન પ્રવાસનું વર્ણન છે જે પૂર્વના કોઈ દ્વીપથી આવ્યો હતો. ધીમે-ધીમે બન્ને દેશો વચ્ચે રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. તે સમયે જાપાનીઓ એક બહુદૈવિક ધર્મનું પાલન કરતાં હતા. છઠ્ઠી સદીમાં ચીનમાં થઈન બૌદ્ધ ધર્મ જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને "શિંતો" નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું.

શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મરે તો તેની પછીનો શાસકે પોતાની રાજધાની પહેલાથી કોઇ અલગ જગ્યાએ બનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ.સ. ૭૧૦ માં રાજાએ નૉરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૯૧૦ માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક રૂપથી જાપાનથી અલગ રહ્યો. આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન ૧૧મી સદીના અંત સુધી રહ્યું. કેટલાંક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક પેગોડાઓ નું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા.

મધ્યયુગ

[ફેરફાર કરો]

મધ્યયુગમાં જાપાનમાં સામંતવાદનો જન્મ થયો. જાપાની સામંતોને સમુરાઇ કહેવામાં આવતા. જાપાની સામંતોએ કોરિયા પર બે વાર ચડાઈ કરી, પરંતુ તેમને કોરિયા અને ચીનના મિંગ શાસકોએ હરાવી દીધા. ૧૬મી સદીમાં યુરોપના પોર્ટુગીઝ વ્યાપારીઓ અને મિશનરીઓએ જાપાનમાં પાશ્ચાત્ય વિશ્વ સાથે સાંસ્કૃતિક તાલમેલની શરૂઆત કરી.

આધુનિક યુગ

[ફેરફાર કરો]

૧૮૫૪માં પહેલી વાર જાપાને પાશ્ચાત્ય દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા. પોતાની વધતી ઔદ્યોગિક ક્ષમતાના સંચાલન માટે જાપાનને પ્રાકૃતિક સંસાધનો ની જરૂર પડી જેના માટે તેણે ૧૮૯૪-૯૫માં ચીન તથા ૧૯૦૪-૦૫માં રશિયા પર ચડાઈ કરી. જાપાને રશિયા-જાપાન યુદ્ધમાં રશિયાને હરાવી દીધું. આવું પહેલી વાર થયું જ્યારે કોઇ એશિયાઈ રાષ્ટ્રએ કોઇ યુરોપિયન શક્તિ પર વિજય મેળવ્યો હોય. જાપાને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોનો સાથ આપ્યો પણ ૧૯૪૫માં અમેરિકા દ્વારા હિરોશિમા તથા નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેંકવાની સાથે જ જાપાને આત્મસમર્પણ કરી દીધું.

ત્યાર પછીથી જાપાને પોતાની જાતને એક આર્થિક શક્તિના રૂપમાં સુદૃઢ કરી અને હાલમાં બધા ટેક્નોલોજિકલ ક્ષેત્રોમાં તેનું નામ અગ્રણી રાષ્ટ્રોમાં ગણાય છે.

જાપાનના વિભાગો

[ફેરફાર કરો]

જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ ૬૮૦૦ દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત ૩૪૦ દ્વીપ ૧ ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે: હોક્કાઇદો, હોન્શૂ, શિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો ૭૬.૨% ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર ૧૩.૪% છે, ૩.૫% વિસ્તારમાં પાણી છે અને ૪.૬% જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની ૨૮% માછલીઓ બહારથી આયાત કરવી પડે છે.

શાસન તથા રાજનીતિ

[ફેરફાર કરો]

આમ તો એમ ક્યાંય નથી લખ્યું પણ જાપાનની રાજનૈતિક સત્તાનો પ્રમુખ રાજા હોય છે. તેની શક્તિઓ સીમિત છે. જાપાનના બંધારણ અનુસાર "રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે". બંધારણ મુજબ જાપાનની સ્વતંત્રતાની કમાન જાપાનની જનતાના હાથમાં છે.

વિદેશ નીતિ

[ફેરફાર કરો]

સૈનિક રૂપથી અમેરિકા પર નિર્ભર જાપાનના સંબંધ અમેરિકા સાથે સામાન્ય છે.

જાપાનનું વર્તમાન બંધારણ તેને બીજા દેશો પર સૈનિક-અભિયાન કે ચડાઈ કરવાની ના પાડે છે.

અર્થતંત્ર

[ફેરફાર કરો]

એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. પરંતુ જાપાનનું અર્થતંત્ર સ્થિર નથી. અહીંના લોકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 50,000 અમેરિકન ડૉલર છે જે ખૂબ અધિક છે.

વિજ્ઞાન અને ટેક્નોલૉજી

[ફેરફાર કરો]

જાપાન પાછલા કેટલાક દસકાઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી થઈ ગયું છે.

સંસ્કૃતિ

[ફેરફાર કરો]

કેટલાક લોકો જાપાનની સંસ્કૃતિને ચીનની સંસ્કૃતિનું જ વિસ્તરણ સમજે છે. જાપાની લોકોએ કેટલીયે વિદ્યાઓમાં ચીનની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે.[સંદર્ભ આપો] બૌદ્ધ ધર્મ અહીં ચીની તથા કોરિયન ભિક્ષુઓના માધ્યમથી પહોંચ્યો. જાપાનની સંસ્કૃતિની સૌથી ખાસ વાત એ છે કે અહીંના લોકો પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ રાખે છે. માર્ચ મહિનો ઉત્સવોનો મહિનો હોય છે.

જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મ નું અનુસરણ કરે છે .અહીંનો જુનો ધર્મ શિન્તો છે, જેનો શાબ્દિક અર્થ 'દેવતાઓનો પંથ' થાય છે.

લગભગ ૯૯% જનતા જાપાની ભાષા બોલે છે.

જનજીવન

[ફેરફાર કરો]

પોતાની જાપાન યાત્રા બાદ નિશિકાંત ઠાકુર લખે છે:

આજે જાપાનમાં દરેક વ્યક્તિ પાસે રંગીન ટેલીવિઝન છે, લગભગ 83 % લોકો પાસે કાર છે, 80 % ઘરોમાં એરકન્ડીશન લાગેલા છે, 76 % લોકો પાસે વીસીઆર છે, 91 % ઘરોમાં માઇક્રોવેવ ઓવન છે અને લગભગ 25 % લોકો પાસે પર્સનલ કમ્પ્યૂટર છે. આ છે વિકાસ અને ઊંચા જીવનધોરણ ની એક ઝલક. સામાન્ય જાપાની સ્વભાવે શરમાળ, વિનમ્ર, ઈમાનદાર, મહેનતુ અને દેશભક્ત હોય છે. આ જ કારણ છે કે વિકસિત દેશોની તુલનામાં જાપાનમાં અપરાધ દર ઓછો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]