જેસલમેર પવનચક્કી ઉદ્યાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જેસલમેર પવનચક્કી ઉદ્યાન
Wind turbines in Jaisalmer, Rajasthan.jpg
દેશભારત
સ્થાનઅમરસાગર, બડાબાગ, તેજુવા, સોદા માડા, જેસલમેર જિલ્લો, રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ26°55′12″N 70°54′0″E / 26.92000°N 70.90000°E / 26.92000; 70.90000
સ્થિતિOperational
પ્રકલ્પ શરૂઆત૨૦૦૧
પવનચક્કી ઉદ્યાન
પ્રકારતટવર્તી (ઓનશોર)
ઊર્જા ઉત્પાદન
સક્રિય એકમોસુઝલોન કંપનીની ૩૫૦ કિલોવોટ મોડેલ થી S9X – ૨.૧ મેગાવોટ શ્રેણી સુધીની પવનચક્કીઓ
બનાવટસુઝલોન
ક્ષમતા૧૦૬૪ મેગાવોટ

જેસલમેર પવનચક્કી ઉદ્યાન (જેસલમેર વિન્ડ પાર્કભારત દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું હાલમાં કાર્યરત એવું તટવર્તી પવનચક્કી ઉદ્યાન છે. આ પ્રોજેક્ટ રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લા ખાતે આવેલ છે. આ પ્રોજેક્ટ સુઝલોન એનર્જી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેની શરૂઆત ઓગસ્ટ ૨૦૦૧માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં સુઝલોન કંપનીની તમામ પવનચક્કીની શ્રેણીનો સમાવેશ થાય છે – જેમાં સૌથી પહેલાના ૩૫૦ કિલોવોટ મોડેલ થી લઈને તાજેતરના S9X – ૨.૧ મેગાવોટ શ્રેણી સુધીની પવનચક્કીઓ ઉપલબ્ધ છે. આ ઉદ્યાનમાં આવેલ બધી પવનચક્કીઓની કુલ સ્થાપિત ક્ષમતા ૧૦૬૪ મેગાવોટ જેટલી છે, જે તેને વિશ્વના સૌથી મોટા કાર્યરત તટવર્તી પવનચક્કી ઉદ્યાનો પૈકીની એક બનાવે છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૨ના અંતે, ૧ એપ્રિલ, ૨૦૧૨ના રોજ તેની સંયુક્ત સ્થાપિત ક્ષમતા ૧૦૬૪ મેગાવોટ હતી. આ સિદ્ધિ આ પવનચક્કી ઉદ્યાનને ભારતનું બીજા ક્રમનું તેના પ્રકારનું સૌથી મોટું અને વિશ્વનાં સૌથી મોટાં પવનચક્કી ઉદ્યાનો પૈકીનું એક બનાવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]