લખાણ પર જાઓ

જોગવાડ

વિકિપીડિયામાંથી
જોગવાડ
—  ગામ  —
જોગવાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી
જોગવાડ ગામ

જોગવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. જોગવાડ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મુખ્યત્વે આદિવાસી તેમ જ મુસ્લિમ લોકો વસવાટ કરે છે. ગામના લોકો પૈકી કેટલાક મુસ્લિમોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમ જ કેટલાક પરદેશમાં જઇ સ્થાયી થયા છે. આ ગામના લોકો રમતગમત ક્ષેત્રમાં પણ આગવો રસ ધરાવે છે. આ ગામના અશરફ માંકડા જેવા ખેલાડીએ રાજ્યમાં ક્રિકેટ તેમ જ વોલીબોલની રમતમાં નામના મેળવી છે.[સંદર્ભ આપો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]