ઝરપરા (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઝરપરા (તા. મુન્દ્રા)
—  ગામ  —

ઝરપરા (તા. મુન્દ્રા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°50′13″N 69°39′07″E / 22.836966°N 69.651840°E / 22.836966; 69.651840
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઝરપરા (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ભૂગોળ[ફેરફાર કરો]

આ ગામ અરબ સાગરના દરિયાકાંઠા પર આવેલું છે. ગામથી મુન્દ્રાની પશ્ચિમ દિશાએ આવેલું છે. ગામની ઉત્તરે ભુજપુર, પૂર્વે ધ્રબ, પશ્ચિમે નવિનાળ અને દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે.

વસતી[ફેરફાર કરો]

આખા મુન્દ્રા તાલુકામાં વસ્તીની દૃષ્ટિએ જોતા ઝરપરા ગામનું નામ મોખરે આવે છે, જેની વસ્તી ૨૦૦૫ ની ગણતરી મુજ્બ અંદાજે ૧૧,૦૦૦ જેટલી છે. જેમાં મુખ્યત્વે ચારણ જાતિની પ્રજા રહે છે. ઝરપરા ગામમાં ગઢવી, મહેશપંથિ, વાગેર, કોળી, બ્રાહ્મણ વગેરે જાતિઓ વસવાટ કરે છે. ચારણોની ભારત ભરમાં સૌથી વધુ વસ્તી ધરાવતું આ ગામ છે.[સંદર્ભ આપો] ઝરપરા ગામમાં ચારણ જાતીની કુળદેવી સોનલ માનું મોટું મંદિર આવેલું છે અને મોટી ધર્મશાળા આવેલી છે.

ઝરપરા ગામ એ કવિઓનું ગામ છે, જેમાં થાર્યા ભગત, માણેક ભગત, આશાનંદ વગેરે કવિઓએ જન્મ લીધો છે.[સંદર્ભ આપો]

આ પણ જુવો[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર.