લખાણ પર જાઓ

ઝવેરીલાલ મહેતા

વિકિપીડિયામાંથી
ઝવેરીલાલ દલપતરામ મહેતા
જન્મની વિગત
૧૯૨૭

ગુજરાત
મૃત્યુ૨૭ નવેમ્બર ૨૦૨૩ (૯૬ વર્ષ)
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયફોટોગ્રાફર
પુરસ્કારોપદ્મશ્રી (૨૦૧૮)

ઝવેરીલાલ દલપતરામ મહેતા એક ભારતીય ફોટોગ્રાફર હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ૨૦૧૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧][૨]

કારકિર્દી[ફેરફાર કરો]

ઝવેરીલાલ મહેતા ૧૯૮૦ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ગુજરાત રાજ્યના ૧૩ મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરવા માટે લોકપ્રિય છે. તેમણે ૧૯૯૮નું વાવાઝોડું (કચ્છ ચક્રાવાત) અને ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ જેવી ઘટનાઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું.[૩]

વર્ષ ૨૦૧૮માં ઝવેરીલાલ મહેતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.[૨]

અવસાન[ફેરફાર કરો]

૨૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ ૯૬ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ABPL. "3 from Guj among those on Padma list..." www.asian-voice.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-28.
  2. ૨.૦ ૨.૧ "Zaverilal Mehta, Dr. Pankaj Shah, SS Rathore from Gujarat along with Mumbai based Gujaratis actor Manoj Joshi, Sitar artist Arvind Parikh to receive Padma awards". DeshGujarat (અંગ્રેજીમાં). 2018-01-25. મેળવેલ 2018-11-28.
  3. "Padma awards: Gujarat's highway-canal man, and photojournalist who clicked 13 CMs". www.hindustantimes.com/ (અંગ્રેજીમાં). 2018-01-26. મેળવેલ 2018-11-28.
  4. DeshGujarat (2023-11-27). "Veteran Gujarati photo journalist Padma Shri Zaverilal Mehta passes away". DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2023-11-28.