ઝિંઝુવાડા (તા. દસાડા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઝિંઝુવાડા
—  ગામ  —
ઝિંઝુવાડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°19′27″N 71°49′49″E / 23.324081°N 71.830379°E / 23.324081; 71.830379
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો દસાડા
વસ્તી ૭,૫૯૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૫ /
સાક્ષરતા ૬૬.૨૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ઝિંઝુવાડા (તા. દસાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા દસાડા તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે. ઝિંઝુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મીઠું પકવવાનો મોટો ઉધોગ પણ અહીં વિકસ્યો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઝિંઝુવાડાના કિલ્લાનો દરવાજો

આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. નગરના સંરક્ષણ માટે તે સમયે બંધાયેલ કિલ્લાના અવષેશો આજે પણ જોવા મળે છે. કિલ્લાના દરવાજાઓ શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. એક સમયે તે બંદર હતું તે વાતની ગવાહી પૂરતી દીવાદાંડી આજે પણ મોજુદ છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું એક વહેણ અહીંથી પસાર થતું હતું.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ઝિંઝુવાડા ઝીલાણંદ કુંડથી ધ્રાંગધ્રા જવાના માર્ગે સંત તેજાનંદની સમાધિ છે. તેજાનંદ અનુસૂચિત જાતિના સંત હતા. જ્યારે તેઓ સિદ્ધપુર પાટણ ગયા ત્યારે તેમને અસ્પૃશ્ય ગણી બ્રાહ્મણોએ સ્નાન કરવાની ના કહી. આથી તેઓ ઝિંઝુવાડા આવ્યા ને કહ્યું કે, સરસ્વતી મને સ્નાન કરાવવા ઈચ્છતી હશે તો આવશે એમ કહી સમાધિમાં લીન થયા. આથી સરસ્વતી ત્યાં સુધી વહેતી આવીને તેજાનંદજીને સ્નાન કરાવ્યું.

અહીં રાજેશ્વરી માતાનું મંદિર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Zinzuwada Village Population, Caste - Dasada Surendranagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૯ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)