ટાઇટન
ટાઇટન કંપની લિમિટેડ એ ભારતીય કંપની છે જે મુખ્યત્વે ઘરેણાં, ઘડિયાળ, સાડી અને ચશ્માનું ઉત્પાદન કરે છે.[૧]
ટાટા ગ્રુપનો ભાગ હોવા છતાં અને TIDCO સાથેના સંયુક્ત સાહસ તરીકે શરૂ થયા બાદ આ કંપનીનું મુખ્યાલય બેંગલુરુના ઇલેક્ટ્રોનિક સિટીમાં અને કચેરી તમિલનાડુના હોસૂરમાં આવેલી છે.
ઉત્પાદનો
[ફેરફાર કરો]ઘડિયાળ
[ફેરફાર કરો]ઘડિયાળ વિભાગમાં ફાસ્ટરેક, સોનાટા, રાગા, નેબ્યુલા, ઓક્ટેન અને ઝાયલિસ જેવી બ્રાન્ડ સામેલ છે. ૨૦૧૧માં કંપનીએ ટોમી હિલ્ફિગર અને હ્યુગો બોસ ઘડિયાળોના વપરાશ અને વિતરણ માટેનું લાયસન્સ મેળવ્યું હતું.
ચશ્મા
[ફેરફાર કરો]૨૦૦૭માં ટાઇટન આઇ પ્લસ શરૂ કર્યું હતું. [૨]
ઘરેણાં
[ફેરફાર કરો]ટાઇટને વર્ષ ૧૯૯૫ તનિષ્ક લોન્ચ કર્યું હતું. ૨૦૧૬માં ટાઇટને કેરેટલેનમાં રોકાણ કર્યું હતું.[૩] ૨૦૨૨ સુધીમાં ટાઇટનનો ભારતના ઘરેણાં બજારમાં 6%નો હિસ્સો છે.
સાડી
[ફેરફાર કરો]ટાઇટન કંપનીએ પોતાના વસ્ત્રોનું સાહસ વેપારી નામ (બ્રાન્ડ) તનેરા સાથે ૨૦૧૭માં શરુ કર્યું હતું, જે સાડીઓનો ધંધો કરે છે. વર્તમાનમાં તે ભારતના વિવિધ શહેરોમાં ૨૬ સ્ટોર ચલાવે છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Titan Company: Bullish to sideways". The Economic Times. મેળવેલ 2023-09-18.
- ↑ Govind, Deepti (2018-04-07). "Titan witnesses good growth in, watches in FY18". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-18.
- ↑ Samay, NavGujarat. "Titan will acquire 27.18 percent stake in Caretlane for Rs 4,621 crore". NavGujarat Samay (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-18.
- ↑ "Titan's ethnic wear brand 'Taneira' aims to have more than 80 stores by end of this fiscal". cnbctv18.com (અંગ્રેજીમાં). 2023-06-19. મેળવેલ 2023-09-18.