ડાકુ (કલાકાર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગોરેગાંવ, મુંબઈમાં ડાકુ દ્વારા બનાવાયેલ ચિત્ર

ડાકુ દિલ્હીના શેરીચિત્ર કલાકારનું ગુપ્ત નામ છે.[૧][૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ડાકુની ખરી ઓળખ છતી થઇ નથી. તેના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. તે કદાચ ૧૯૮૪ની આસપાસ જન્મ્યો હોવાનું મનાય છે અને સૌરાષ્ટ્રના નાના ગામમાં પ્રારંભિક જીવન ગુજાર્યું હશે. શેરીચિત્રો (ગ્રાફિટિ) શરૂ કરતાં પહેલાં તેણે જાહેરખબર બનાવતી કંપનીમાં કામ કર્યું હતું.[૧][૩][૪]

કારકિર્દી[ફેરફાર કરો]

શેરીચિત્રો જોડે ડાકુનો પરિચય ૨૦૦૬માં થયો હતો અને ૨૦૦૮-૦૯ દરમિયાન તેણે આના પર કામ કરવાનું શરૂ કર્યું. ડાકુએ વૈશ્વિક શેરીચિત્રોના સમૂહ Crew 156 સાથે મુંબઈમાં એક વર્ષ કામ કર્યું. તેણે બોન્ડ અને ઝાઇન નામના કલાકારો સાથે ૨૦૦૮માં દિલ્હીમાં સહયોગ કર્યો. તેણે મુંબઈની દિવાલો પર અને ૨૦૦૮માં દિલ્હીમાં પોતાનું નામ દેવનાગરી લિપિમાં લખવાનું શરૂ કર્યું કારણ કે તે સામાન્ય લોકો જે સ્થાનિક ભાષા સમજતા હોય એમાં લોકપ્રિય થવા માગતો હતો. વસંંત ધોબલે, (તે સમયના) પોલિસ કમિશ્નરના વિરોધમાં તેણે ૨૦૧૧માં મુંબઈની દિવાલો પર ફક શબ્દ રાતોરાત ચિતરી કાઢ્યો હતો. તેણે સામાજીક પ્રશ્નો જેવાં કે ગેસના બાટલાનો ભાવવધારો, ૨૦૧૧માં થયેલી ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં આંધળો વિરોધ વગેરે વિષયો પર ચિત્રો રચ્યા.[૫]

૨૦૧૦ કોમનવેલ્થ રમતો પહેલાં તેણે દિલ્હીમાં ટ્રાફિક સંજ્ઞાઓને લોકોને સંદેશાઓ આપવા માટે ફેરવી નાખી. દિલ્હીમાં રહેલી કચરા પેટીઓને તેણ કુ ડા એટલે કે ડાકુના ઉલ્ટા નામથી રંગી કાઢી હતી. વર્ષો સુધી તેણે પોતાનું નામ વિવિધ રંગો અને રીતોમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા વગેરે શહેરોમાં લખ્યા કર્યું. બીજાઓ સાથે મળીને તેણે ૨૦૦ મીટર લાંબી અને ૭ ફીટ પહોળી દિવાલ પર બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર ચિત્રો દોર્યા. આઇઆઇટી, મુંબઈમાં ટેકફેસ્ટ, ૨૦૧૧ દરમિયાન તેણે બોન્ડ સાથે મળી ૨૦૦ ચો.મીટરમાં ચિત્રો રચ્યા.[૧][૪][૬][૭] ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં તેણે કોનોટ પ્લેસમાં મત દો જેવાં દ્વિ-અર્થી ચિત્રો મત આપેલી આંગળી દર્શાવતા ચિત્રો દોર્યા હતા.[૮]

૨૦૧૩માં તેણે ભારતની પ્રથમ શેરી કલા ઉજવણી દિલ્હીમાં શરૂ કરી હતી.[૯] તેણે કરેલી રચનાઓ વિવિધ કલા સંગ્રહાલયોમાં રજૂ થઇ છે.[૧૦] ઇન્ડિયા આર્ટ ફેર ૨૦૧૫માં તેણે ભાગ લીધો હતો અને ૧૦૦ મીટર લાંબું ચિત્ર ડામરની સડક પર રજૂ કર્યું હતું.[૧૧][૧૨][૧૩][૧૪] તેણે ૨૦૧૫માં ઋત્વિક રોશનના ઘરના એક ઓરડામાં પણ સજાવટ-કલા કરી હોવાનું કહેવાય છે.[૧૫] ૨૦૧૫ના અંતમાં તેણે બેંગ્લુરુની ચર્ચ સ્ટ્રીટમાં સંગીતની વસ્તુઓ વેચતી દુકાન હિસ્ટીરીયા માટે મોહન કોન? પ્રોજેક્ટ માટે ચિત્રકામ કર્યું હતું.[૧૬] ૨૦૧૬માં તેણે હૈદરાબાદમાં ઉપભોક્તાવાદના વિરોધમાં એક બોર્ડ જાહેરમાં મૂક્યું હતું.[૧૭][૧૮] ઓક્ટોબર ૨૦૧૬માં બેંગ્લુરુના સિલિકોન વેલી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને દર્શાવવા તેણે મોટી ગોકળગાયના ચિત્રો ચોંટાડ્યા હતા.[૧૯]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Singh, Isha (૨૭ એપ્રિલ ૨૦૧૩). "Meet India's Banksy". WSJ. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. "Pretty as a picture: India Art Fair 2015". The Sunday Guardian. ૯ ઓગસ્ટ ૨૦૧૫. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. "'India's Banksy' wants to provoke voters". BBC News. ૭ એપ્રિલ ૨૦૧૪. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. ૪.૦ ૪.૧ Bordewekar, Sandhya (૨૯ નવેમ્બર ૨૦૧૪). "Graffiti Art: The Emergence of Daku on Indian Streets". Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. Nevatia, Shreevatsa (૭ નવેમ્બર ૨૦૧૪). "Rinky on the wall". The Hindu Business Line. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Cans & Roses: Guerrilla artists on Indian street". The Economic Times. ૧૮ ઓગસ્ટ ૨૦૧૨. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. "Street art breathes a new life into Mumbai - Latest News & Updates at Daily News & Analysis". dna. ૭ ડિસેમ્બર ૨૦૧૪. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "A pithy message on the wall". Deccan Herald. ૨૫ માર્ચ ૨૦૧૫. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "A new breed of artists is taking their canvases to public spaces". India Today. ૧૯ માર્ચ ૨૦૧૩. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. "St+ART Delhi 2015". St+ART Delhi 2015. ૪ નવેમ્બર ૨૦૧૪. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. Khurana, Chanpreet (૨૨ જાન્યુઆરી ૨૦૧૫). "Giant ants, melting carpets". Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 12. Kuruvilla, Elizabeth (૧૦ જાન્યુઆરી ૨૦૧૫). "Girish Shahane: 'Art as investment is a dreadful idea'". Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 13. Maddox, Georgina (૩૦ જાન્યુઆરી ૨૦૧૫). "Alive to the arts". The Hindu Business Line. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 14. Shahane, Girish (૩૧ જાન્યુઆરી ૨૦૧૫). "The Ideas That Shaped The Special Projects At The India Art Fair". The Huffington Post. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 15. Mirror, Mumbai (૧૪ મે ૨૦૧૫). "Reflects action". Mumbai Mirror. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 16. "How did Bengaluru's Church Street go from being food, drink central to a hub of art, and often, activism? Here's how - Bangalore Mirror -". Bangalore Mirror. Retrieved ૩૧ મે ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)
 17. Parakala, Vangmayi (૬ મે ૨૦૧૬). "On 15 May, this art will disappear". Live Mint. Retrieved ૩૧ મે ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
 18. "The dacoit of the art world". Asian Age. ૧૩ નવેમ્બર ૨૦૧૬. Retrieved ૩૧ મે ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
 19. Thomas, Maria. "India's most famous graffiti artist is sticking giant snails around Bengaluru". Quartz (અંગ્રેજી માં). Retrieved ૩૧ મે ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]