લખાણ પર જાઓ

ડાઠાગરા

વિકિપીડિયામાંથી

ઢાંચો:શીર્ષક ડાઠાગરા (અથવા ડાઠાગરા પાગ) એ ભાવનગર જિલ્લાના તલાજા તાલુકામાં આવેલું ઐતિહાસિક ગામ છે. ખાસ કરીને કાશ્યપ ગોત્રના કુમ્ભાર સમાજના રણછોડ વંશીઓની પૌરાણિક અને ધાર્મિક ઓળખ માટે જાણીતું છે. અહીંના વતનીઓને ગડાવાળા વાળા તરીકે ઓળખવામાં આવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ડાઠાગરા પાગની સ્થાપના લગભગ ઇ.સ. 1503 આસપાસથી ગણાય છે. કથા મુજબ રણછોડ વંશના પૂર્વજોએ પાટણમાંથી ગઢડા, પાળીતા, તલાજા, કલાગજડા, દુધાળા, પિપારલા, ઝાંઝમેર વગેરેમાં વસવાટ કર્યો. આજે પાગના વંશજ પિપારલા ગામ અને તેના આસપાસના વિસ્તારોમાં વસે છે.

કુળદેવી અને આધ્યાત્મ

[ફેરફાર કરો]

ડાઠાગરા વંશના લોકો ચામુંડા અને ખોડિયાર માતાજીના ઉપાસક છે. આ વંશના દરેક ધાર્મિક પ્રસંગે "હર હર ચામુંડા, જય ખોડલ" એવા ઘોષથી આસ્થા વ્યક્ત કરવામાં આવે છે.

વંશાવળી

[ફેરફાર કરો]

ડાઠાગરા પાગના આગેવાનોમાં ભાભા ગોવિંદ (ગોવિંદદાસ), કરસનભાઈ, દેવા, ઉગા, રાણાભાઈ અને તેમના પુત્રો રમણભાઈ, નટુભાઈ, હેમતભાઈ વગેરેનાં નામ ઉલ્લેખનીય છે.

બારોટ પરંપરા

[ફેરફાર કરો]

આ વંશની વારસાગત પાગગાથાને જીવંત રાખવા માટે વારસાગત બારોટ નથાભાઈ દિગ્ગજભાઈ વિઠલભાઈએ વિશેષ યોગદાન આપ્યું છે. તેમના માધ્યમથી લગ્નપાગ, દેવયાત્રા, પૂજાપદ્ધતિ અને વ્રતકથાઓને સંકલિત કરવામાં આવી છે.

તહેવારો

[ફેરફાર કરો]

દર વર્ષે ખોડિયાર માતાજીની પાદયાત્રા તથા નવરાત્રિ આરાધનાઓ આ પાગમાં ભવ્ય રીતે ઉજવાય છે.

અન્ય ગામો

[ફેરફાર કરો]

ડાઠાગરા પાગના સંબંધિત ગામોમાં પિપારલા, તલાજા, દુધાળા, ઝાંઝમેર, ત્રાંબકપુર, ગઢડા વગેરેનો સમાવેશ થાય છે.