ડિજિલોકર (ડિજિટલ લોકર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ડિજિલોકર અથવા ડિજિટલ લોકર એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે ભારત સરકાર દ્વારા સંચાલિત અને અધિકૃત ઓનલાઇન સેવા છે. ભારત સરકારના સંચાર અને આઇટી મંત્રાલય દ્વારા સંચાલિત આ સેવાનો ઉપયોગ  ઉપયોગકર્તા પોતાના દસ્તાવેજોને ઓનલાઇન સુરક્ષિત સંગ્રહ કરવા માટે કરી શકે છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ કાગળના દસ્તાવેજો સાથે લઈને જવાનું ભારણ ઘટાડવાનો છે. ઉપયોગકર્તા પોતાના કિંમતી દસ્તાવેજોનો એમાં સંગ્રહ કરી શકે છે અને જરૂર પડ્યે તેને ડિજિટલ સ્વરૂપે હાજર કરી શકે છે. જેમકે જન્મનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, શાળા કોલેજના પ્રમાણપત્રો વગેરેનો એમાં સંગ્રહ કરી શકાય છે તેથી તેને હંમેશા ભૌતિક સ્વરૂપે લઇને ફરવામાંથી મુક્તિ મળે છે. ભારત સરકારના આઇટી અધિનિયમ મુજબ આ માધ્યમથી રજુ કરવામાં આવેલ દસ્તાવેજ સ્વીકૃત ગણવામાં આવે છે.[૧]

દરેક ઉપયોગકર્તાને 1 જીબીની જગ્યા ફાળવવામાં આવે છે, તેમાં તે પોતાના  સ્કેન કરેલા કે ડિજિટલ સ્વરૂપના દસ્તાવેજો સંગ્રહ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા આધારકાર્ડ હોવું જરૂરી છે, આધાર કાર્ડ સાથે લિંક કરાયેલા મોબાઈલ નંબર માં (OTP) One Time Password મોકલવામાં આવે છે અને તેનાથી આધારકાર્ડ પ્રમાણિત કરવામાં આવે છે.

સેવાનું બીટા વર્ઝન ફેબ્રુઆરી 2015 માં રજૂ કરવામાં આવ્યું હતું,[૨] તે  1 જુલાઇ 2015 ના રોજ વડા પ્રધાન દ્વારા રજુ કરાયું હતું.[૩][૪] પૂરી પાડવામાં આવેલ સ્ટોરેજ સ્પેસ શરૂઆતમાં 10 એમબી હતી અને પછીથી 1 જીબી સુધી વધારી દેવામાં આવી હતી.[૫]

ઇ-હસ્તાક્ષર દસ્તાવેજો પણ આ સુવિધાનો એક ભાગ છે. આ સેવાનો હેતુ ભૌતિક દસ્તાવેજોના ઉપયોગને ઘટાડવા, વહીવટી ખર્ચાઓને ઘટાડવા, ઇ-દસ્તાવેજોની પ્રામાણિકતા પૂરી પાડવા, સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોની સુરક્ષિત ઍક્સેસ આપવા અને નિવાસીઓને સેવાઓ પ્રાપ્ત કરવા માટે સરળ બનાવવાનો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "DigiLocker:Towards Paperless Governance". DigiLocker (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-04.
  2. Alawadhi, Neha. "Digital India programme: Government rolls out beta version of 'digital locker'". The Economic Times.
  3. "Digital Locker Scheduled to be Launched on 1st July 2015 by the Hon. Prime Minister". blog.mygov.in. 22 June 2015.
  4. "Government’s Digi-Locker For Electronic Document Storage To Launch July 1". The Logical Indian. 2015-06-19. મેળવેલ 2017-06-10.
  5. "DigiLocker gets good response". The Hindu. 2015-03-20. મેળવેલ 2017-06-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]