ડુમખલ (તા.ડેડીયાપાડા)

વિકિપીડિયામાંથી
(ડુમખલ(તા.ડેડીયાપાડા) થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
ડુમખલ
—  ગામ  —
ડુમખલનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°44′23″N 73°50′42″E / 21.7396°N 73.8449°E / 21.7396; 73.8449
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
નજીકના શહેર(ઓ) ભરુચ અને અંકલેશ્વર
લોકસભા મતવિસ્તાર ભરુચ લોકસભા મતવિસ્તાર
વિધાનસભા મતવિસ્તાર ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર
વસ્તી ૧,૨૮૫ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ડુમખલ (તા.ડેડીયાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. ડુમખલ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. ડુમખલ જવા માટે ડેડીયાપાડાથી મોસદા થઈ અને જવાય છે.

મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો એવો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ નં. ૧ આ ગામ પાસે આવેલ દેવગંગા નદીના સામેકાંઠે આવેલા વડફળી ગામ સુધી આવી પૂરો થાય છે.