ડૉ. રાઘવજી માધડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ડૉ. રાઘવજી માધડ[ફેરફાર કરો]

લોકકથાઓનું સર્જન કરનાર લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા, ગણ્યા ગાંઠયા બે-ત્રણ સર્જકો માંહે ના એક છે.

સર્જક પરિચય[ફેરફાર કરો]

ડો. રાઘવજી માધડ ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૩૦ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામે તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને પિતાનું નામ દાનાભાઇ છે.શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી,શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી હાલ શિક્ષણ વિભાગની એક સંસ્થા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઇઆરટી) ગાંધીનગરના મુખપત્ર ‘જીવન શિક્ષણ’ માં સહતંત્રી તરીકે વરસોથી સેવારત રહી હાલ સરકારી બી.એડ. કોલેજમાં સેવા આપે છે. તેઓનો શૈક્ષણિક અભ્યાસ પી.ટી.સી, એમ.એ, બી.એડ,એમ.એ.(એજ્યુકેશન),પીએચ.ડી.સુધીનો છે.

લાક્ષણિકતા[ફેરફાર કરો]

ડૉ. રાઘવજી માધડે સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્નને વાચા આપી છે.કોઈ એક વિસ્તારના પાણીના પ્રાણપ્રશ્નને લઇ કોઈ કથા સર્જાય હોયતો પ્રથમ નવલકથાનું શ્રેય ‘જળતીર્થ’ ને જાય છે. જે તે સમયે આ કથાએ સાહિત્યમાં ઠીક ઠીક ચર્ચા જગાવી હતી.

સાહિત્યિક પ્રદાન[ફેરફાર કરો]

  • વાર્તા સંગ્રહ

(1) ઝાલર - ( (2) અષાઢ - ( (3) સંબંધ - (

  • લોકકથા સંગ્રહ

(1) રણકાર - ( (2) ધીંગી ધરા ના જોમ ( (3) ઈતિહાસનું સોનેરી પાનું, ભાગ- 1/2 - (

  • નવલકથા

(1) વંટોળ - ( (2) સ્વપ્ન દાહ - ( (3) ઉઘાડી આંખે શમણાં - ( (4) તરસ એક ટહુકાની - ( (5) આ પાર પેલે પાર - ( (6) સગપણ એક ફૂલ - ( (7) જળતીર્થ - (

  • અન્ય

(1) દૂરદર્શન શ્રેણી : - બાલુ બોલે છે...... ( - ધીરી બાપુડિયા....( (2) ગુજરાતી ચલચિત્ર : - પટકથા, સંવાદ

સન્માન /પારિતોષિક[ફેરફાર કરો]

(1) ઝાલર - (વાર્તા સંગ્રહ - 1991) દ્વિતીય પારિતોષિક - (ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર) (2) વાડીમાં ઊગ્યો ટહુકો - (વાર્તા) તૃતીય પારિતોષિક - 'જનસત્તા' દૈનિક, વાર્તા હરિફાઈ (1992) (3) એક મરી ચુકેલો માણસ - (વાર્તા) પ્રથમ પારિતોષિક - 'મુંબઇ સમાચાર' દૈનિક, વાર્તા હરિફાઈ (1992) (4) વાર્તા કથા - (1993) 'નિરંજન વર્મા પુરસ્કાર '- C/o, ડૉ. જીવરાજ મહેતા ફાઉન્ડેશન - અમદાવાદ. (5) પ્રતિક્ષા - (વાર્તા ) દ્વિતીય પારિતોષિક -' સમકાલીન' દૈનિક, વાર્તા હરિફાઈ (1995) (6) સિક્કો - (વાર્તા ) તૃતીય પારિતોષિક - 'હયાતી'. C/o, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી - અમદાવાદ. (7) (8)

સંદર્ભ[ફેરફાર કરો]

-( સાભાર :પી.ટી.સી.પાઠયપુસ્તક, રાજસ્થાન )