ઢાંચો:Potd-w/સપ્તાહ-૩-૨ (મથાળું)

વિકિપીડિયામાંથી

ઘંટી-ટાંકણો અથવા હુદહુદ
આ પક્ષી ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.