ઢોકળાં
Appearance
ઢોકળાં | |
વાનગી | નાસ્તો, મુખ્ય ભોજન |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત |
પીરસવાનું તાપમાન | ગરમ, ઠંડા અથવા રૂમ તાપમાને |
મુખ્ય સામગ્રી | ચોખા, ચણાની દાળ |
વિવિધ રૂપો | ખમણ |
|
ઢોકળાં એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે.[૧] બિનગુજરાતી લોકો ખમણને પણ અણસમજમાં ઢોકળા કહેતા જોવા મળે છે, અથવા તો ખમણ ઢોકળા એમ પણ કહે છે. પરંતુ ગુજરાતી ભાષામાં અને ગુજરાતીઓ માટે ખમણ અને ઢોકળા એ બે તદ્દન અલગ વાનગીઓ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]દુક્કિયા, જે દાળથી બનતી ઢોકળાંની પૂર્વજ વાનગી ગણાય છે, તે જૈન ગ્રંથમાં ઇ.સ. ૧૦૬૬માં નોંધાઇ છે. ઢોકળાંનો સૌથી પહેલો ઉલ્લેખ ગુજરાતીમાં વારાણકા સામુચ્ય (ઇ.સ. ૧૫૨૦)માં જોવા મળે છે.[૨]
વિવિધ રૂપો
[ફેરફાર કરો]- ચોખાના સફેદ ઢોકળાં અથવા ઈદડાં
- ચણાની દાળના એટલેકે ખમણ ઢોકળાં
- મગની દાળના ઢોકળાં
- દૂધીના ઢોકળાં
- તૂરિયાંની છાલના ઢોકળાં
- પાલખના ઢોકળાં
- રવાના ઝટપટ ઢોકળાં
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ખમણ ઢોકળાં
- ઢોકળાંના ચિત્રો સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Redhead, J. F. (૧૯૮૯). Utilization of tropical foods. Food & Agriculture Org. પૃષ્ઠ ૨૬. ISBN 978-92-5-102774-5.
- ↑ K. T. Achaya (૧૯૯૪). Indian food: a historical companion. Oxford University Press. પૃષ્ઠ ૧૩૪.