તાત્યો ભીલ

વિકિપીડિયામાંથી
મામા

તાત્યો ભીલ
तंट्या भील
ધ ટ્રાઇબ્સ એન્ડ કાસ્ટ ઓફ ધ સેન્ટ્રલ પ્રોવિન્સિસ ઓફ ઇન્ડિયા (૧૯૧૬)માંથી રેખાંકન
જન્મની વિગત૧૮૪૦/૧૮૪૨
મૃત્યુ૪ ડિસેમ્બર ૧૮૮૯
જબલપુર, મધ્ય પ્રદેશ
મૃત્યુનું કારણફાંસી
અંતિમ સ્થાનપાતાલપાણી, મધ્ય પ્રદેશ
પ્રખ્યાત કાર્ય૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

તાત્યો ભીલ આદિવાસી નાયક હતો, જેણે અંગ્રેજો સામે એકલહાથે ઇ.સ. ૧૮૫૭ની આસપાસ લડત ચલાવી હતી. તેને ભારતનો રોબિનહુડ કહેવામાં આવે છે, કારણ કે તે અંગ્રેજો પાસેથી લૂંટેલો સામાન ગરીબ આદિવાસીઓમાં વહેંચી નાખતો હતો. તાત્યા ભીલને ઈ.સ. ૧૮૮૯માં અંગ્રેજ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી.[૧]

જીવન[ફેરફાર કરો]

ઇ.સ. ૧૮૫૭ની આસપાસનાં વર્ષો દરમ્યાન જ્યારે ભારતમાં અંગ્રેજો વિરોધી ચળવળ ચાલી રહી હતી તે દરમિયાન મધ્ય પ્રદેશના માળવા અને નિમાળ પ્રદેશની આસપાસનાં વિસ્તારોમાં અંગ્રેજોનું રાજ્ય હતું, આ સમયે અહીં આદીવાસી ભીલ પ્રજા વસતી હતી, જે અંગ્રેજોની શોષણનીતિનો ભોગ બનતી હતી, તેથી તાત્યા નામના એક ભીલે અંગ્રેજો સામે એકલ હાથે લડવાનું વિચાર્યું, તે અંગ્રેજો પર હુમલા કરીને માલ આદીવાસીઓને પાછો આપી દેતો હતો. ધીરેધીરે તેનો પ્રભાવ જલગાંવ, સાતપુડાના પહાડો, માળવા તેમજ બૈતુલ સુધી ફેલાઇ ગયો. આખરે અંગ્રેજોએ કંટાળીને તેને લુંટારો જાહેર કર્યો અને તેનાં માથે ઇનામ જાહેર કર્યું, થોડા સમય પછી તાત્યો ભીલ પકડાઇ ગયો અને તેને જબલપુરની જેલમાં ફાંસી આપવામાં આવી. આદીવાસીઓ માટે તે દેવતા સમાન હતો બધા તેની પુજા કરતા. આજે તેનું મંદીર ઈંદોરથી લગભગ ૪૫ કિમી દુર પાતાલપાણી રેલ્વેસ્ટેશન પાસે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Central Provinces (India) (1908). Nimar. Printed at the Pioneer Press. પૃષ્ઠ 45–.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]