તારકેશ્વર દાસ્તીદાર

વિકિપીડિયામાંથી
તારકેશ્વર દાસ્તીદાર
Martyr Tarakeshswar Dastidar.jpg
જન્મની વિગત૧૯૦૯
ચિત્તાગોંગ, બ્રિટિશ કાલીન ભારત
મૃત્યુ૧૨ જાન્યુઆરી ૧૯૩૪
ચિત્તાગોંગ, બેંગાળ પ્રેસીડેન્સી, બ્રિટિશ કાલીન ભારત
મૃત્યુનું કારણફાંસીની સજા
રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળમાં સહભાગ

તારકેશ્વર દસ્તીદાર (૧૯૦૯ - ૧૨ જાન્યુઆરી ૧૯૩૪) એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા . તેમણે ૧૮ એપ્રિલ ૧૯૩૦ ના દિવસે સૂર્ય સેન અને અન્ય લોકો સાથે ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડામાં ભાગ લીધો હતો.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

તેમનો જન્મ સરોઆતલી ચિત્તાગોંગ ખાતે થયો હતો. સરોઆતાલી શાળામાં અભ્યાસ કરતી વખતે તેઓ સૂર્ય સેનની આગેવાની હેઠળના ક્રાંતિકારી જૂથ, ભારતીય રિપબ્લિકન આર્મીમાં જોડાયા. ૧૯૩૦માં, તે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. દસ્તીદાર ભૂગર્ભ જૂથના નેતાઓમાંના એક હતા. ૧૮ એપ્રિલ ૧૯૩૦ના દિવસે, તેમણે યુવા ક્રાંતિકારીઓના જૂથને ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. માસ્ટરદા સૂર્ય સેનની ધરપકડ પછી, તેમણે આ યોજનાનો કાર્યભાર સંભાળ્યો અને આંદોલનનું નિર્દેશન કર્યું. ૧૯ મે ૧૯૩૩ના દિવસે પૂર્ણા તાલુકદારના ઘરે ગહિરા ગામે પોલીસ ટુકડી સાથે સશસ્ત્ર એન્કાઉન્ટર બાદ તેમનીની ધરપકડ કરવામાં આવી હતી. [૧] [૨]

મૃત્યુ[ફેરફાર કરો]

તેમના પર ખટલો ચલાવ્યા પછી, તેમને ૧૪ ઓગસ્ટ ૧૯૩૩ના દિવસે ફાંસીની ફરમાવવામાં આવી અને ગંભીર યાતના પછી, ૧૨ જાન્યુઆરી ૧૯૩૪ ના દિવ્સએ ચિત્તાગોંગ જેલમાં [૩] [૪] તેમને ફાંસી આપવામાં આવી હતી સંદર્ભ ત્રુટિ: <ref> ટેગને બંધ કરતું </ref> ખૂટે છે [૫]

સંદર્ભ[ફેરફાર કરો]

 

  1. VOL I, P. N. CHOPRA (1969). Who's Who of Indian Martyrs. ISBN 9788123021805. મેળવેલ December 2, 2017.
  2. Vol - I, Subodh C. Sengupta & Anjali Basu (2002). Sansab Bangali Charitavidhan (Bengali). Kolkata. Kolkata: Sahitya Sansad. પૃષ્ઠ 193. ISBN 81-85626-65-0.
  3. Rāmacandra Pradhāna (2008). Raj to Swaraj: A Textbook on Colonialism and Nationalism in India. ISBN 9780230634060. મેળવેલ December 2, 2017.
  4. "সম্পাদক সমীপেষু: মাস্টারদা এবং". www.anandabazar.com (Bengaliમાં). મેળવેલ 2021-05-23.
  5. "The Chittagong uprising". મેળવેલ January 11, 2019.