તુંગનાથ

વિકિપીડિયામાંથી
તુંગનાથ મંદિર

તુંગનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલી હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાખંડ તરિકે જાણીતું) રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો હિમાલયના પાંચ કેદારમાં સમાવેશ થાય છે.ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલ ચમોલી જિલ્લામાં સ્થિત તુંગનાથ પર્વત પર આવેલું છે. તુંગનાથ મંદિર ૩,૬૮૦ મીટર (૧૨,૦૭૩ ફૂટ) જેટલી ઊઁચાઈ પર આવેલું છે તેમ જ પંચ-કેદારોમાં સૌથી વધારે ઊઁચાઈ પર આવેલું છે. આ મંદિર ૧,૦૦૦ વર્ષ જેટલું પુરાણું માનવામાં આવે છે, અને અહિંયા ભગવાન શિવની પંચ-કેદારોમાંથી એક સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવ્યું હતું, જે કુરુક્ષેત્રમાં થયેલા નરસંહારને કારણે પાંડવો પર રીસે ભરાયા હતા[૧][૨]. તુંગનાથનું પર્વતશિખર ત્રણ ધારાઓનો સ્રોત છે, જેમાંથી અક્ષકામિની નદી નીકળે છે. મંદિર ચોપતાથી ૩ કિલોમીટર દૂર આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-02.
  2. http://books.google.co.in/books?id=7zjavfN2XukC&pg=PA93&dq=Tungnath

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]