ત્રાટક

વિકિપીડિયામાંથી

ત્રાટકયોગનો એક ભાગ છે. આંખોને કોઈ એક વસ્તુ પર સ્થિર કરીને અનિમેષ નજરે લાંબા સમય સુધી જોઇ રહેવાનો અભ્યાસ કરવો તેને ત્રાટક કહેવામાં આવે છે. ત્રાટકના નિયમિત અભ્યાસથી એકાગ્રતા કેળવાય છે અને મનોબળ દ્રઢ બને છે. આ વિદ્યાની શોધ ભારતમાં થઇ હતી.

સંસ્કૃત ભાષામાં લખાયેલા પ્રાચીન યોગગ્રંથ હઠયોગપ્રદિપિકામાં ત્રાટક વિશે નીચે મુજબનો ઉલ્લેખ મળે છે:

अथ त्राटकम् ।
निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः ।
अश्रुसम्पातपर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ॥३१॥
मोचनं नेत्ररोगाणां तन्दाद्रीणां कपाटकम् ।
यत्नतस्त्राटकं गोप्यं यथा हाटकपेटकम् ॥३२॥

અર્થાત, અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક કહેવામાં આવે છે.

રીત[ફેરફાર કરો]

ત્રાટકની જુદી-જુદી રીતે પ્રચલિત છે જેમાં બિંદુ પર ત્રાટક, દિવો કે મીણબત્તીની જ્યોત પર ત્રાટક, મૂર્તિ પર ત્રાટક કે કોઇપણ ચીજ પર પણ ત્રાટક કરવામાં આવે છે. આંખની પાપણ ફરકાવ્યા વગર જોઇ રહેવાની ક્રિયાનો લાંબા સમયનો અભ્યાસ કરીને સામાન્ય રીતે ત્રણ કલાક સુધી અનિમેષ જોઇ શકે ત્યાં સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.[૧]

ફાયદા અને ગેરફાયદા[ફેરફાર કરો]

  1. યોગમાં એકાગ્રતા કેળવવા અને મનોબળ દ્રઢ બનાવવા માટે આ ક્રિયા ઘણઉપયોગી છે.
  2. ત્રાટકના નિયમિત અભ્યાસથી એકાગ્રતા વધતા વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે.
  3. આંખોની દ્રષ્ટિ સુધરે છે અને ધ્યાન આપવામાં ન આવે તો નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.
  4. ત્રાટકથી સામેના વ્યક્તિને હિપ્નોટાઇઝ કરી શકાય છે. આ પદ્ધતિ ભારત સિવાયના દેશોમાં પણ લોકપ્રિય બની છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. સ્વર્ગારોહણ પર ત્રાટ વિષે લેખ લે. યોગેશ્વર, પ્રાપ્ય ૧૫ એપ્રિલ ૨૦૧૬