થાનગઢ (તા. થાનગઢ)

વિકિપીડિયામાંથી
(થાનગઢ, સુરેન્દ્રનગર થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
થાનગઢ

થાન
શહેર
થાનગઢ is located in ગુજરાત
થાનગઢ
થાનગઢ
ગુજરાતમાં થાનગઢનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 71°11′E / 22.567°N 71.183°E / 22.567; 71.183
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૨,૩૫૧
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૩૬૩૫૩૦
છત્રી અને પાળિયાઓ, થાનગઢ, છબી: જેમ્સ બર્ગ્રેસ, ૧૮૭૪

થાનગઢ કે થાન ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. થાનમાં નગરપાલિકા કાર્યરત છે.

ઇ.સ. ૨૦૧૩માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો અને થાનગઢને તાલુકા મથક બનાવવામાં આવ્યું.

ઉદ્યોગ[ફેરફાર કરો]

અહીં સિરામીક ઉધોગનો ઘણો વિકાસ થયેલો છે. થાનગઢની આજુબાજુ પહેલા કોલસાનું ખનન કરવામાં આવતું હતું, હાલમાં આ ખનન બંધ છે.

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

અહીંથી નજીકમાં આવેલ તરણેતર ખાતે વિશ્વ પ્રસિધ્ધ લોકમેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે, તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ દ્રૌપદીના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે. થાનની આજુબાજુના વિસ્તારને પાંચાળ પણ કહે છે. થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર વાસુકી દાદાના થાન તરીકે પણ જાણીતો છે.

સૂર્યમંદિર, થાનગઢ

થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું વતન થાન છે. પાણી પીતા નવ સિંહોની તસ્વીર ખેંચીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર વન્યજીવ છબીકાર[૨] સુલેમાન પટેલનું વતન થાનગઢ હતું.

પરિવહન[ફેરફાર કરો]

થાનગઢમાં રેલ્વે સ્ટેશન આવેલું છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Thangadh Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
  2. "વનરાજોનું નષ્ટ થતું સામ્રાજ્ય". મુંબઇ સમાચાર. મેળવેલ ૭ મે ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  3. Joshi, Yash. "Than Railway Station Map/Atlas WR/Western Zone - Railway Enquiry". indiarailinfo.com. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૮.