લખાણ પર જાઓ

દહાણુ રોડ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
up
દહાણુ રોડ
મુંબઈ સબઅર્બન રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનદહાણુ, પાલઘર જિલ્લો
અક્ષાંશ-રેખાંશ19°59′29.5″N 72°44′36.8″E / 19.991528°N 72.743556°E / 19.991528; 72.743556
ઊંચાઇ9.820 metres (32.22 ft)
માલિકરેલ્વે મંત્રાલય, ભારતીય રેલ્વે
લાઇનપશ્ચિમ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય-જમીન પરનું સ્ટેશન
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડDRD
ભાડા વિસ્તારપશ્ચિમ રેલ્વે
ઈતિહાસ
વીજળીકરણહા
Services
Preceding station Mumbai Suburban Railway Following station
વનગાવ Western line Terminus
સ્થાન
દહાણુ રોડ is located in India
દહાણુ રોડ
દહાણુ રોડ
Location within India
દહાણુ રોડ is located in મહારાષ્ટ્ર
દહાણુ રોડ
દહાણુ રોડ
દહાણુ રોડ (મહારાષ્ટ્ર)

દહાણુ રોડ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ નગર નજીક આવેલું રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ સબઅર્બન રેલ્વેની પશ્ચિમ લાઇન પર આવેલું છે. આ લાઇનનું તે સૌથી ઉત્તરમાં આવેલું સ્ટેશન છે, પણ રેલ્વે લાઇન તેનાથી આગળ ગોલવડ અને તેની આગળ લંબાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

૫ એપ્રિલ ૧૮૬૭ના રોજ પ્રકાશિત જર્નલ ધ બોમ્બે બિલ્ડરમાં બોઇસરથી ૧૩ કિમીના અંતરે આવેલા દહાણુનો Dhanoo Road તરીકે સ્ટેશનનો ઉલ્લેખ છે, જે સ્ટેશન આ સમય દરમિયાન ખૂલ્લું મુકાયુ હશે એ દર્શાવે છે.

૧૭ જાન્યુઆરી ૧૮૯૮ના રોજ પાલઘરથી દહાણુ રોડ ડબલ લાઇન તરીકે વિસ્તૃત કરાઇ હતી. ૧૮ ઓક્ટોબર ૧૯૦૦ના રોજ આ લાઇન વિસ્તૃત કરીને ગોલવડ સુધી લંબાવાઇ હતી.[]

૨૦૦૨માં પશ્ચિમ રેલ્વેએ વિરારથી દહાણુ રોડની EMU સેવા વિસ્તારવાની જાહેરાત કરી હતી.[] ૧૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ પશ્ચિમ રેલ્વેએ દહાણુ લોકલ સેવાને ચર્ચગેટ સુધી લંબાવી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Sessional papers of the House of Commons, 50, HMSO, 1901, p. 80, https://books.google.com/books?id=O09BAAAAMAAJ&q=dahanu 
  2. "Western Rly to extend services to Dahanu Road". The Times of India. 5 January 2002. મૂળ સંગ્રહિત માંથી 7 July 2012 પર સંગ્રહિત.
  3. http://www.amazingmaharashtra.com/2013/04/dahanu-road-locals-time-table.html Local Train Service Introduced by Western Railway on 16/04/2013