દુધધારા ડેરી
Appearance
દુધધારા ડેરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમા કાર્યરત છે. ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી દુધધારા ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ ભરૂચ શહેર નજીક ભોલાવ ગામ ખાતે આવેલ છે. દુધધારા ડેરી ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત દુધધારા ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક (દાણ), ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓ માટે દવાનું વિતરણ તેમ જ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે.