દુર્ગાવતી દેવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દુર્ગાવતી દેવી
भारत माता दुर्गावती देवी.jpg
જન્મ૭ ઓક્ટોબર ૧૯૦૭ Edit this on Wikidata
મૃત્યુ૧૫ ઓક્ટોબર ૧૯૯૯ Edit this on Wikidata
ગાજિયાબાદ જિલ્લો Edit this on Wikidata
વ્યવસાયક્રાંતિકારી&Nbsp;Edit this on Wikidata
જીવનસાથીભગવતી ચરણ વોહરા Edit this on Wikidata

દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી) (૭ ઓક્ટોબર ૧૯૦૭ – ૧૫ ઓક્ટોબર ૧૯૯૯) ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની હતા. તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા બન્યા હતા,[૧] અને તેઓ ક્રાંતિકારી ભગવતીચરણ વોહરાના પત્નિ હતા[૨], તેથી હિંદુસ્તાન રીપબ્લિકન એશોસિયેશનના અન્ય સભ્યો તેમને ભાભી કહીને સંબોધતા હતા અને આમ તેઓ ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભી વડે જાણીતા બન્યા હતા.[૩]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ, વડનગરા નાગરને ત્યાં ૭ ઓક્ટોબર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમના પિતા એક નિવૃત્ત જજ હતાં. દુર્ગાદેવીની માતા દુર્ગાદેવીના નાનપણમાં જ અવસાન પામેલા. માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન ભગવતીચરણ વોહરા, વિસનગરના વતની સાથે થયા હતા.[૪][૨] ભગવતી ચરણ વેપારી અને એક ક્રાંતિકારી પણ હતા. તેમના સંબંધો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ સાથે હતા. તેમણે જ દુર્ગાદેવીને ક્રાંતિના પાઠ ભણાવ્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Tribune...Sunday Reading". Tribuneindia.com. Retrieved ૯ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "ભગવતીચરણ વોહરા : મહાન વિચારક, ઉત્તમ વ્યવસ્થાપક અને ક્રાંતિકારી". દિવ્ય ભાસ્કર. ૧૯ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "શું ભગતસિંહ વડોદરામાં છૂપાયા". www.gujarat-samachar.com. Retrieved ૬ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  4. વિનુભાઈ યુ. પટેલ (૨૦૧૪). મહિમા ૩૬૬ દિવસનો. એમ.એસ. સાહિત્ય પ્રકાશન, આણંદ. Check date values in: |year= (મદદ)