દૂધપાક

વિકિપીડિયામાંથી

દૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. આમાં ઘીનો ઉપયોગ ન હોવાથી પચવામાં ઓછી ભારે અને સસ્તી પણ પડે છે.

સામગ્રી[ફેરફાર કરો]

દૂધ (ગાયનું હોય તો ઉત્તમ), સાકર (ખાંડ), ચોખા, એલચી, બદામ (કતરી કરેલી), કેસર (વૈકલ્પિક)

કૃતિ[ફેરફાર કરો]

  • ચોખાને પાણીમાં અડધો કલાક પલાળી રાખો.
  • દૂધમાં ચોખા,એલચીનો ભૂકો, સાકર, બદામની કતરી અને કેસર ઉમેરી ઉકળવા મૂકો.
  • દૂધને સતત હલાવતા રહેવું જેથી ચોખા તળીયે બેસીને બળે નહીં અને દૂધ ઉભરાય નહીં.
  • ચોખા રંધાય એટલે દૂધપાક તૈયાર.

નોંધ[ફેરફાર કરો]

  • પારંપરિક રીતે દૂધપાકમાં ચારોળી નાંખવામાં આવે છે.
  • ભાવેતો તેમાં પિસ્તાની કતરી, કાજુનો ભૂકો, સ્ટ્રોબેરી નાખી શકય.
  • જો ભાવે તો તેમાં વિવિધ એસેંસ ઉમેરી શકાય જેમકે બટર સ્કોચ, સ્ટ્રોબેરી, વેનીલા, પાયનેપલ વિગેરે.