દેવી કન્યા કુમારી
દેવી કન્યા કુમારી | |
---|---|
![]() કન્યા કુમારી દેવીનું ચિત્ર | |
જોડાણો | શાક્ત, શૈવ, વૈષ્ણવ |
રહેઠાણ | કન્યાકુમારી |
મંત્ર | કાત્યાયનય વિદ્મહે કન્યાકુમારી ધિમહી તન્નો દુર્ગીઃ પ્રચોદયાત્ |
શસ્ત્ર | જપમાળા |
વાહન | વાઘ અથવા સિંહ |
દેવી કન્યા કુમારી એ હિંદુ દેવી મહાદેવીનું એક કિશોરવયની કન્યાનું સ્વરૂપ છે. હિંદુ ધર્મની વિવિધ પરંપરાઓ દ્વારા તેમને પાર્વતી અથવા લક્ષ્મી સ્વરૂપ હોવાનું અલગ અલગ રીતે વર્ણવવામાં આવે છે. તેમની પૂજા શાક્તો દ્વારા દેવી ભદ્રકાળી અવતાર તરીકે પણ કરવામાં આવે છે. અને તેમને શ્રી બાળ ભદ્રા, શ્રી બાળ, કન્યા દેવી અને દેવી કુમારી જેવાં ઘણાં નામોથી ઓળખવામાં આવે છે.
મૂળ
[ફેરફાર કરો]તમિલનાડુના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી નામના નગર સાથે દેવી અતૂટ રીતે જોડાયેલાં છે. દેવી કન્યાકુમારીની પૂજા પૌરાણિક રીતે ખોવાયેલ કુમારી ખંડ સાથે પણ સંકળાયેલી છે. કન્યાકુમારીને એ દેવી માનવામાં આવે છે જેમણે અત્યંત તપસ્યા કરનાર બાણાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો. વૈષ્ણવ સંત વાદિરાજ તીર્થ તેમના તીર્થ પ્રભાંડમાં, કન્યા કુમારીને લક્ષ્મી તરીકે વર્ણવે છે, જે બાણાસુરનો વધ કરવા પૃથ્વી પર ઉતર્યાં હતાં. [૧]
દેવી કન્યા કુમારીનો ઉલ્લેખ રામાયણ, મહાભારત અને સંગમયુગની કૃતિઓ મણિમેકલાઈ, પુરાનાનુરુ અને મહાનારાયણ ઉપનિષદ અને કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં કરવામાં આવ્યો છે.[૨]
દંતકથા
[ફેરફાર કરો]જન્મથી રાક્ષસ બાણાસુર કન્યાકુમારી ભૂમિનો શાસક હતો. તે ખૂબ જ શક્તિશાળી રાજા હતો. તેણે તપસ્યા કરી અને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે તેમનું મૃત્યુ ફક્ત એક કિશોરી છોકરીના કારણે જ થઈ શકે છે. [૩] [૪]
આ શક્તિશાળી વરદાનથી તે નિર્ભીક બની ગયો અને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી. તેણે ઇન્દ્રને જીતી લીધો અને સિંહાસન પરથી હાંકી કાઢ્યો. તેણે તમામ દેવો તેમના નિવાસસ્થાનમાંથી હાંકી કાઢ્યા. દેવો, જે મૂળભૂત કુદરતી તત્વોનું મૂર્તિમંત સ્વરૂપ હતા. અગ્નિ અને વરુણ (વાયુ) બિનસંયોજિત બની ગયા અને બ્રહ્માંડમાં પાયમાલી ફેલાઈ ગઈ, કારણ કે ઇન્દ્ર (ઈથર) પંચ ભૂતનું સંચાલન અને સંકલન કરી શક્યા ન હતા.[૩]
સ્થાનિક લોકવાયકા અનુસાર, એવું માનવામાં આવતું હતું કે ફક્ત ભગવતી જ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી શકશે. બાણાસુરનો વધ કરવા અને પ્રકૃતિનું સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે ભગવતીએ ઉપખંડના દક્ષિણ છેડે કુમારી તરીકે પોતાને પ્રગટ કર્યા.[૫][૬] કિશોરાવસ્થામાં તેઓને ભગવાન શિવ પ્રત્યે અપાર ભક્તિ હતી. શિવે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવે શુચિન્દ્રમથી યાત્રા શરૂ કરી. લગ્નનું મુહૂર્ત સવારમાં વહેલું બ્રહ્મ મુહૂર્ત દરમિયાન હતું. નારદ ઋષિએ જોયું કે ફક્ત એક કુંવારી દેવી જ બાણાસુરનો વધ કરી શકે છે. તેથી તેમણે કૂકડો બોલાવ્યો, જે દર્શાવે છે કે લગ્નનો શુભ સમય પસાર થઈ ગયો છે. આમ, તે શિવના કન્યા કુમારી સાથેના લગ્નમાં વિક્ષેપ પાડી શક્યા.[૨][૭] કુમારી શિવની રાહ જોતી રહી અને અંતે તેણે માની લીધું કે તેને અવગણવામાં આવી છે.
અસહ્ય અપમાન, પીડા, શોક અને ગુસ્સા સાથે, તેણીએ જે જોયું તે બધું જ નષ્ટ કરી દીધું. તેણીએ બધો ખોરાક ફેંકી દીધો અને તેની બંગડીઓ તોડી નાખી. તેણીએ જે ખોરાકના કણો ફેલાવ્યા હતા તે કન્યાકુમારીની રંગબેરંગી રેતીનો સ્ત્રોત હોવાનું કહેવાય છે. જ્યારે તેઓ આખરે સ્વસ્થ થઈ, ત્યારે તેમણે સતત તપસ્યા કરી. ઘણા સમય પછી બાણાસુરે કુમારી કોણ છે તે સમજ્યા વિના, તેને લલચાવવા અને તેની પાસે જવાનો પ્રયાસ કર્યો. ગુસ્સે થયેલી કુમારીએ તરત જ બાણાસુરનો વધ કરી દીધો. મૃત્યુના થોડા સમય પહેલા, બાણાસુરને સમજાયું કે તેની સામે જે છે તે આદિ પરાશક્તિ છે, જે ખુદ દેવી છે. તેણે દેવીને તેના પાપોથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. બાણાસુરનો વધ કર્યા પછી, કુમારીએ પાર્વતીનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને તેના પતિ શિવ સાથે ફરી મળ્યાં. કુમારીએ ભગવતી કુમારી અમ્માન મંદિરમાં પોતાની દિવ્ય હાજરી જાળવી રાખી હતી. [૫] [૬]

સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ S. K. Achar (1997). Sri Vadiraja's Teertha Prabhanda: An [sic] Unique Travel Guide of 107 Holy Kshetras of Bharath. Srinivasa Publications, Tirumala Tirupati Devasthanams. p. 94.
- ↑ ૨.૦ ૨.૧ "Kanya Kumari Temple". Kanyakumari info. 2012. મેળવેલ 2013-07-24.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ "Kanyakumari Temples of Tamilnadu". templenet. 2013. મેળવેલ 2013-07-25.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Harshananda, Swami (2012). Hindu Pilgrim centres (2nd આવૃત્તિ). Bangalore, India: Ramakrishna Math. pp. 63–6. ISBN 978-81-7907-053-6.
- ↑ ૫.૦ ૫.૧ "Legends of Kanya Kumari". Amritapuri. 8 February 2000. મેળવેલ 2013-07-24.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ The Yajur Veda (Taittiriya Sanhita). Keith, Arthur Berriedale વડે અનુવાદિત. BiblioBazaar. April 29, 2009. ISBN 978-0559137778.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "Siri kanyakumari Amman temple". Dinamalar. 2013. મેળવેલ 2013-07-25.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)