લખાણ પર જાઓ

દ્વયાશ્રય

વિકિપીડિયામાંથી
દ્વયાશ્રય
લેખકહેમચંદ્રાચાર્ય
દેશભારત
ભાષાસંસ્કૃત, પ્રાકૃત
પ્રકારજીવન ચરિત્ર, વ્યાકરણ ઉદાહરણ

દ્વયાશ્રય બારમી સદીના ઉત્તરાર્ધમાં હેમચંદ્રાચાર્યે સંસ્કૃત તથા પ્રાકૃતભાષામાં રચેલું મહાકાવ્ય છે. મહાવ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસનના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ હેમચંદ્રાચાર્યે સૂત્રોમાં આપ્યું છે. આ પ્રતિપાદિત નિયમોનાં ઉદાહરણ આપવા માટે અને સોલંકી વંશી રાજાઓના જીવનચરિતનું આલેખન કરવા માટે તેમણે દ્વયાશ્રય નામના ગ્રંથની રચના કરી.[]

આ ગ્રંથમાં મૂળભૂત રીતે બે ભાગ છે. પહેલા ભાગમાં મૂળરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીના રાજાઓનાં ચરિત્રને ૨૦ સર્ગોમાં સંસ્કૃતભાષામાં વર્ણવ્યાં છે. બીજા ભાગમાં--જે 'કુમારપાલચરિયં' તરીકે પ્રસિદ્ધ છે-- ૮ સર્ગોમાં ૬ પ્રાકૃતભાષાઓનાં ઉદાહરણ વડે કુમારપાળ સોલંકીનું ચરિત્ર વર્ણવ્યું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. શાહ, રમણિકભાઈ (જાન્યુઆરી ૨૦૦૮). "કુમારપાલચરિયં – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-07-08. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)
  2. શાસ્ત્રી, કેશવરામ (૧૯૭૩). "સાહિત્ય: પ્રાચીન કાળ (ઇ.૧૧૫૦-૧૪૫૦)". In જોષી, ઉમાશંકર (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ:૧. અમદાવાદ: ગુજરાત સાહિત્ય પરિષદ. pp. ૯૫.