ધની નાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ધની નાલા (અંગ્રેજી: Dhani Nallah) એક પ્રકૃતિ વિહાર પથ છે અને આંદામાન ટાપુઓ પૈકીના મધ્ય આંદામાન ટાપુ પર આવેલા રંગત નગરની હદ પર દરિયાકિનારે આવેલ છે. તે આંદામાન ટ્રંક રોડ (ATR) પર રંગતથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે[૧]. સ્થાનિક રીતે ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોને ધનીપત્તી તરીકે ઓળખાય છે, જેના પરથી આ વિહાર પથને ધની નાલા નામ આપવામાં આવ્યું છે. લાકડાના પહોળા અને સર્પાકાર પથ દ્વારા ચેરના વૃક્ષોયુક્ત ખાડીમાં ૭૧૩ મીટર જેટલા અંતર માટે બનાવવામાં આવેલ આ વિહાર પથ મધ્ય આંદામાન ટાપુ પરનું મુખ્ય પ્રવાસી આકર્ષણ સ્થળ છે.

આ દરિયાતટ કાચબા ઉછેર (ઓલિવ રીડલે દરિયાઇ કાચબા સહિત ) માટે જાણીતો છે.

હોક્સબીલ નેસ્ટ અને કટબર્ટ બૅ, અહીંના પ્રવાસન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા અતિથિ ગૃહો છે, જે ધની નાલા પથના પ્રવેશદ્વાર ખાતેથી ૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Official Website of Andaman & Nicobar Tourism || A & N Administration || India". www.andamans.gov.in (અંગ્રેજી માં). Retrieved ૨૦૧૮-૦૩-૨૬. Check date values in: |accessdate= (મદદ)