ધરાઈ ગામ નું નામ ત્યાં આવેલી બાલમુકુન્દની (ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ) હવેલી ના લીધે જાણીતું છે. અહી દર વર્ષે ઘણા લોકો ભગવાનના દર્શન માટે આવે છે. એવી માન્યતા છે કે અહી ભગવાન પાસે માંગવામાં આવેલી પ્રાર્થના જરૂર પૂરી થાય છે. આ ગામનું નામ પહેલા બોડકી હતું જે બાલમુકુન્દ ભગવાનની સાથે જોડાયેલી એક લોકવાયકા ને લીધે બદલાઈને ધરાઈ થયું.