ધોડીયા બોલી

વિકિપીડિયામાંથી
(ધોડિયા થી અહીં વાળેલું)

ધોડીયા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા ધોડીયા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે.

ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, સુરત જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા ધોડીયા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.

ધોડીયા બોલીના કેટલાક શબ્દાર્થો[ફેરફાર કરો]

ગુજરાતી ધોડિયા
મારું માણા
તારું તુણા
કેમ છે કોહાંક આય
સારું છે હાજાં આય
છોકરો પોહો
છોકરી પોહી
પિતા બાહ
માતા આઇડી, આયા
બેન બણી
ભાઈ ભાયા
ઢોર ડોબાં
દાદા ઘડો બાહ
હું આવું છું મેં આવે તાંય
વાઘ ખડિયાં
બનેવી ભાવડ
ખાધુ કે ખાધાં કાહે
ભાઈ ભાહ
ક્યાં જાવો છો? કેધે ચાલનો?

આ પણ જુઓ[ફેરફાર કરો]