લખાણ પર જાઓ

નંદા (વાવ)

વિકિપીડિયામાંથી

નંદા પ્રાચીન ભારતના શિલ્પશાસ્ત્રમાં વર્ણિત વાવનો પ્રકાર છે. આ પ્રકારની વાવમાં એક પ્રવેશદ્વાર અને સીધી રેખામાં ઉતરતી સીડીવાળી પરસાળ આવેલી હોય છે.

બાંધકામ

[ફેરફાર કરો]

આ વાવ અન્ય વાવ કરતાં એક પ્રવેશદ્વાર અને સીધી રેખામાં ઉતરતી સીડીવાળી પરસાળના લીધે અલગ પડે છે. સ્થાપત્યના કદને આધારે ભૂગર્ભમાં આ પરસાળ ૩ અથવા ૬ માળ સુધીનો આકાર આપે છે.[] બાંધકામમાં સાદી વાવોના મંડપો અને પ્રવેશદ્વાર સુસજ્જિત હોતા નથી પરંતુ મોટે ભાગે નાના અને ચાર અર્ધસ્તંભ (દિવાલમાં આવેલા)થી બનેલા હોય છે. આ પ્રકારની સાદી વાવોમાં મંડપોમાં આંતરિક સ્તંભો આવેલા નથી હોતા.[]

વાવની અંદર આવેલા મંડપોનું કામ બંને બાજુ આવેલી દિવાલોના દબાણને રોકવાનું છે અને કોતર પ્રકારનું બાંધકામ જાળવી રાખવાનું છે.[]

પેટાપ્રકારો અને ઉદાહરણો

[ફેરફાર કરો]

સંશોધક જુત્તા જૈન-ન્યૂબાર મુજબ આ વાવના ત્રણ પેટાપ્રકારો છે:

પરસાળમાં આવેલી પાર્શ્વ સીડીઓવાળી વાવ

[ફેરફાર કરો]

આ પ્રકારની વાવમાં પરસાળ સીધી રેખામાં હોય છે પરંતુ તેમાં વિરુદ્ધ દિશામાં પાર્શ્વ સીડીઓ આવેલી હોય છે જેથી પરસાળની લંબાઈ ઓછી થઈ શકે. આ પ્રકારની વાવમાં દાવડમાં આવેલી અંકોલ માતાની વાવ, પાટણની રાણકી વાવ, અમદાવાદની માતા ભવાનીની વાવ, કપડવંજની બત્રીસ કોઠાની વાવ વગેરેનો સમાવેશ થાય છે.[]

બે સહાયક બાંધકામવાળી વાવ

[ફેરફાર કરો]

પહોળાઈના પ્રમાણમાં મોટા સ્થાપત્યોમાં સીડીવાળી પરસાળ પહોળી હોય છે તથા મંડપ અને દિવાલની અંદર આવેલા અર્ધસ્તંભ બંનેનો બાંધકામના સહાયક તરીકે ઉપયોગ થાય છે. આનું કારણ વધુ પડતું સુશોભન તથા ભૌગોલિક પરીસ્થિતિ હોઈ શકે છે. દાદા હરિરની વાવ, લિંભોઈની વાવ, ધ્રાંગધ્રાની વાવ, ઈડરની વાવ, હામપરની વાવ, કંકાવટી વાવ, અને સેવાસીની વાવ આ પ્રકારની છે.[]

માત્ર મંડપવાળી વાવ

[ફેરફાર કરો]

આ વાવમાં માત્ર મંડપો આવેલા હોય છે અને પહોળાઈના પ્રમાણમાં આ વાવ સાંકડી હોય છે પણ લાંબી હોય છે. વિકીયા વાવ, અમદાવાદની આશાપુરી વાવ, બ્રહ્મા વાવ વગેરે આ પ્રકારની વાવ છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠો ૨૫-૨૬. ISBN 978-0-391-02284-3.