લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

નંદિતા શાહ

વિકિપીડિયામાંથી
નંદિતા શાહ
નારી શક્તિ પુરસ્કાર મેળવતા નંદિતા શાહ
જન્મની વિગત (1959-02-15) February 15, 1959 (ઉંમર 65)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયહોમિયોપેથ
સક્રિય વર્ષો૧૯૮૧-
પ્રખ્યાત કાર્યશરણ
નોંધપાત્ર કાર્ય
રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો)

નંદિતા શાહ (જન્મ ૧૯૫૯) એ એક ભારતીય હોમિયોપેથ અને લેખિકા છે. તેમણે ૧૯૮૧માં ડોક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ૨૦૦૫માં બિન-સરકારી સંસ્થા સેંચરી ફોર હેલ્થ એન્ડ રીકનેક્શન ટુ એનિમલ્સ એન્ડ નેચર (SHARAN - શરણ)ની સ્થાપના કરી હતી. તેમને ૨૦૧૬નો નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

નંદિતા શાહનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૯માં મુંબઈમાં થયો હતો.[] તેમણે મુંબઈની સી. એમ. પી. હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી હોમિયોપેથીમાં ડોક્ટરની પદવી મેળવી અને ૧૯૮૧થી તેઓ તબીબી સેવા આપી રહ્યા છે.[] તેઓ ૧૯૮૫ થી મૂળથી શાકાહારી (વેગન) બન્યા છે.[] તેમણે ન્યૂયોર્કના વોટકીન્સ ગ્લેનમાં પ્રાણીઓના આશ્રયસ્થાન, ફાર્મ સેન્ક્ચ્યુરીમાં ઇનટર્ન તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ ૧૯૯૯માં તેઓ ઓરોવિલેમાં જોડાયા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે ૨૦૦૫માં તંદુરસ્ત આહારને પ્રોત્સાહન આપવા માટે સેન્ક્ચ્યુરી ફોર હેલ્થ ઍન્ડ રિકનેક્શન ટુ એનિમલ્સ ઍન્ડ નેચર (SHARAN) નામની બિન-સરકારી સંસ્થાની સ્થાપના કરી.[] તેઓ માને છે કે મૂળથી શાકાહારી (વિગાન) બનવાથી અને કાચો ખોરાક ખાવાથી હતાશા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગ જેવી તકલીફો ટાળી શકાય છે.[] ભારતમાં કોવીડ-૧૯ના રોગચાળા દરમિયાન, શરણે મફત ઓનલાઇન રસોઈ વર્કશોપ ચલાવી હતી.[]

તેમને ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિલનાડુની ચાર મહિલાઓમાંના તેઓ એક હતા.[] તેઓ રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો) પુસ્તકના લેખક છે.[] તેઓ માને છે કે દૂધમાં રહેલા પ્રોટીન ડાયાબિટીસનું કારણ બની શકે છે.[] ૨૦૨૦ સુધી, તેઓ ઓરોવિલેમાં રહેતા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Nandita Shah". www.wholehealthnow.com. મૂળ સંગ્રહિત માંથી 22 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.
  2. અહીં સુધી ઉપર જાઓ: ૨.૦ ૨.૧ ૨.૨ "Dr. Nandita Shah". SHARAN. મૂળ સંગ્રહિત માંથી 24 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.
  3. અહીં સુધી ઉપર જાઓ: ૩.૦ ૩.૧ Dadhwal, Sheetal (18 February 2020). "'Everything that is advertised is not healthy'". Tribune India (અંગ્રેજીમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.
  4. અહીં સુધી ઉપર જાઓ: ૪.૦ ૪.૧ ૪.૨ Anantharam, Chitra Deepa (31 March 2020). "SHARAN offers free online classes for building immunity using plant-based food". The Hindu (અંગ્રેજીમાં). મૂળ માંથી 18 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.
  5. Special correspondent (9 March 2017). "Four from State receive Nari Shakti awards". The Hindu (અંગ્રેજીમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.
  6. Dundoo, Sangeetha Devi (16 November 2014). "Against the norm". The Hindu (અંગ્રેજીમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021.