નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી | |
---|---|
નરેન્દ્ર મોદી, ૨૦૨૨ (અધિકૃત છબી) | |
ભારતના ૧૪ મા વડાપ્રધાન | |
પદ પર | |
Assumed office ૨૬ મે ૨૦૧૪ | |
રાષ્ટ્રપતિ | પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ દ્રૌપદી મુર્મૂ |
પુરોગામી | મનમોહન સિંહ |
ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી | |
પદ પર ૭ ઓક્ટોબર ૨૦૦૧ – ૨૨ મે ૨૦૧૪ | |
ગવર્નર | સુંદરસિંહ ભંડારી કૈલાશપતિ મિશ્રા ડૉ.બલરામ ઝાખડ નવલકિશોર શર્મા એસ.સી.જમિર ડૉ.કમલા બેનિવાલ |
પુરોગામી | કેશુભાઈ પટેલ |
અનુગામી | આનંદીબેન પટેલ |
સંસદ સભ્ય વારાણસી | |
પદ પર | |
Assumed office ૧૬ મે ૨૦૧૪ | |
પુરોગામી | મુરલી મનોહર જોષી |
ભાજપના જનરલ સેક્રેટરી | |
પદ પર ૧૯ મે, ૧૯૯૮ – ઓક્ટોબર, ૨૦૦૧ | |
અનુગામી | સુનિલ શાસ્ત્રી |
ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી | |
પદ પર ૨૦ નવેમ્બર, ૧૯૯૫ – ૧૯ મે, ૧૯૯૮ | |
અંગત વિગતો | |
જન્મ | નરેન્દ્ર દામોદરદાસ મોદી 17 September 1950 વડનગર, મહેસાણા, ગુજરાત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | જશોદાબેન[૧] |
નિવાસસ્થાન | ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | ગુજરાત યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી |
સહી | |
વેબસાઈટ | અધિકૃત વેબસાઈટ સરકારી વેબસાઈટ |
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)[૨] ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.[૩] તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.[૪][૫][૬][૭][૮][૯][૧૦][૧૧]
તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.
અંગત જીવન
[ફેરફાર કરો]નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.[૧૨] તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.[૧૩][૧૪][૧૫]
પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ
[ફેરફાર કરો]આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.[૧૬][૧૭]
તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
વ્યક્તિત્વ
[ફેરફાર કરો]મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.[૧૮] તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.[૧૯]
મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ
[ફેરફાર કરો]ગોધરા કાંડ
[ફેરફાર કરો]૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.[૨૦] સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે.[૨૧] માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.[૨૨] હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.[૨૩][૨૪] મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.[૨૫]
આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.
૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.[૨૬][૨૭] ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી.[૨૮] સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.[૨૯]
એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.[૩૦]
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]- દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું હતુ.
- ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
- ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવાયા.
- ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.
- ઓક્ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો.
- ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.
- વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
- ૨૦૦૪માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
- વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.
- ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા.
- ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
- ૨૪ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યના રાજ્યપાલ વચ્ચે મતભેદો ઉભા થયા હતા.
- વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે.
- માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂંક કરાઈ હતી.
- જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્ત કરાયા હતા[૩૧]
ગુજરાતનો વિકાસ
[ફેરફાર કરો]મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.[૩૨] મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.[૩૩] જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.[૩૪]
મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે.[૩૫] આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે,[૩૬][૩૭][૩૮] રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.
- કૃષિ મહોત્સવ – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા
- ચિરંજીવી યોજના – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે
- માતૃ વંદના – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે
- બેટી બચાવો – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ
- જ્યોતિગ્રામ યોજના – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે
- કર્મયોગી અભિયાન – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે
- કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
- બાળભોગ યોજના – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે
કેન્દ્ર સરકાર
[ફેરફાર કરો]૨૦૦૯ની ચુંટણી
[ફેરફાર કરો]મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.[૩૯][૪૦] ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.[૪૧][૪૨] ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.[૪૩] પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.[૪૪] સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.[૪૫]
૨૦૧૪ની ચુંટણી
[ફેરફાર કરો]નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી[૪૬] અને વડોદરા.[૪૭] તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ[૪૮] અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." [૪૯] તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.[૫૦]
મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને[૫૧], જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.[૫૨] ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.[૫૩][૫૪][૫૫] નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.[૫૬][૫૭]
૨૦૧૯ની ચુંટણી
[ફેરફાર કરો]૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.[૫૮] પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.
નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.[૫૯] તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને ૪,૭૯,૫૦૫ મતોના તફાવતથી હરાવ્યા હતા.[૬૦][૬૧] એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.[૬૨][૬૩][૬૪]
વડાપ્રધાન
[ફેરફાર કરો]નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.[૬૫] ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.[૬૬]
નિતીઓ
[ફેરફાર કરો]આર્થિક
[ફેરફાર કરો]તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.[૬૭]
બંધારણીય
[ફેરફાર કરો]તેમણે બંધારણના અનુચ્છેદ ૩૭૦ની કલમ એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે.
વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
પુરસ્કારો અને ઓળખ
[ફેરફાર કરો]- ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.[૬૮]
- ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.
- ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.[૬૯]
- પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન[૭૦]
- કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન [૭૧]
- શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા[૭૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ એન.ડી.ટી.વી. ન્યુઝ
- ↑ "Narendra Modi – Biography". Moneycontrol. મૂળ સંગ્રહિત માંથી 2009-04-27 પર સંગ્રહિત. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૯.
- ↑ Jose, Vinod. "The Emperor Uncrowned". Delhi Press. મૂળ માંથી 2012-02-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૨.
- ↑ Rupam Jain Nair (૧૨ ડિસેમ્બર ૨૦૦૭). "Edgy Indian state election going down to the wire". Ahmedabad: Reuters. મૂળ માંથી 2014-09-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Simon Robinson (૧૧ ડિસેમ્બર ૨૦૦૭). "India's Voters Torn Over Politician". Time. Surat. મૂળ માંથી 2013-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Jason Burke (૨૮ માર્ચ ૨૦૧૦). "Gujarat leader Narendra Modi grilled for 10 hours at massacre inquiry". The Guardian. Delhi. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Andrew Buncombe (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧). "A rebirth dogged by controversy". The Independent. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ "Profile: Narendra Modi". BBC. ૨૩ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Ruth David (૨૪ ડિસેમ્બર ૨૦૦૭). "Controversial Gujarati Premier Confirmed In Office". Forbes. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Henry Chu (૯ ડિસેમ્બર ૨૦૦૮). "India premier's party gets unexpected boost". Los Angeles Times. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Manu Joseph (૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨). "Shaking Off the Horror of the Past in India". The New York Times. મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ On Race Course road? Times of India, 18 September 2011, 05.46 am IST
- ↑ "10 facts to know about Narendra Modi". Indiatvnews.com. ૩ નવેમ્બર ૨૦૧૨. મેળવેલ ૭ નવેમ્બર ૨૦૧૨.
- ↑ "'Time' partial to Narendra Modi, biased to Rahul Gandhi: Cong". The Indian Express. ૧૮ માર્ચ ૨૦૧૨. મેળવેલ ૭ નવેમ્બર ૨૦૧૨.
- ↑ Thottam, Jyoti (૨૬ માર્ચ ૨૦૧૨). "Why the Chief Minister of Gujarat Inspires Love and Loathing in India". TIME. મૂળ માંથી 2013-01-18 પર સંગ્રહિત. મેળવેલ ૭ નવેમ્બર ૨૦૧૨.
- ↑ "Modi proves to be an astute strategist". The Hindu. Chennai, India. ૨૩ ડિસેમ્બર ૨૦૦૭. મૂળ માંથી 2013-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-04.
- ↑ "Profile: Narendra Modi". BBC News. ૨૩ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ ૧૯ મે ૨૦૧૦.
- ↑ "The Hawk In Flight". Outlook India. 24 December 2007. Cite journal requires
|journal=
(મદદ) - ↑ Sengupta, Somini (૨૮ એપ્રિલ ૨૦૦૯). "Shadows of Violence Cling to Indian Politician". New York Times. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૦૯.
- ↑ "Godhra train fire accidental: Report". Rediff.com. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ Soutik Biswas (૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧). "India Godhra train blaze verdict: 31 convicted". BBC News.
- ↑ "Gujarat riot death toll revealed". London: BBC News. ૧૧ મે ૨૦૦૫. મેળવેલ ૧૫ એપ્રિલ ૨૦૦૬.
- ↑ Khanna, Rajeev (૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩). "Godhra's bitter harvest". London: BBC News. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૦૯.
- ↑ "III. MASSACRES IN GODHRA AND AHMEDABAD". Human Rights Watch. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૯.
- ↑ Army too helpless as violence mounts
- ↑ "Godhra was an accident, reiterates Banerjee". India News Online. September 25, 2008. મૂળ માંથી ઑગસ્ટ 21, 2008 પર સંગ્રહિત. મેળવેલ September 7, 2009. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Godhra was an accident, reiterates Banerjee". Expressindia. September 25, 2008. મૂળ માંથી માર્ચ 5, 2011 પર સંગ્રહિત. મેળવેલ April 5, 2009.
- ↑ "Truth brought out by Nanavati Commission: Modi". DNA. PTI. September 26, 2008. મેળવેલ April 5, 2009.
- ↑ Mahapatra, Dhananjay (3 December 2010). "SIT clears Narendra Modi of wilfully allowing post-Godhra riots". The Times Of India.
- ↑ Khan, Saeed; Kaushik, Himanshu (26 December 2013). "2002 Gujarat riots: Clean chit to Modi, court rejects Zakia Jafri's plea". ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા. મૂળ સંગ્રહિત માંથી 4 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 4 June 2014.
- ↑ "Election Commission Official Notice to Mr.Narendra Modi" (PDF). મૂળ (PDF) માંથી 2012-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-04.
- ↑ Laveesh Bhandari (October 15, 2007). "Riots+economic growth=?". Indian Express. મેળવેલ 2008-05-09.
- ↑ Chief Minister સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન – Government of Gujarat
- ↑ How to achieve 10% GDP growth Rediff - 16 March 2006
- ↑ "Gujarat progress under Narendra Modi" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-04.
- ↑ "Modi invites investment in Gujarat". Expressindia. Press Trust of India. January 11, 2003. મેળવેલ April 5, 2009.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Modi Steals The Show At Pravasi Divas". The Financial Express. January 12, 2003. મૂળ માંથી મે 15, 2013 પર સંગ્રહિત. મેળવેલ April 5, 2009.
- ↑ "With Panchamrut, Modi targets 10.2% Growth". The Financial Express. June 9, 2003. મૂળ માંથી જૂન 15, 2013 પર સંગ્રહિત. મેળવેલ April 5, 2009.
- ↑ Ramakrishnan, Venkatesh (11 April 2009). "A Wide Open Contest". Frontline. મેળવેલ 13 October 2013.
- ↑ "BJP banking on Modi effect". The Hindu. 27 April 2009. મેળવેલ 20 April 2014.
- ↑ "Narendra Modi inducted into BJP Parliamentary Board, Rajnath rejigs team". The Economic Times. 31 March 2013. મેળવેલ 18 May 2014.
- ↑ "Parliamentary Board". Bharatiya Janata Party. મૂળ માંથી 21 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 May 2013.
- ↑ "Narendra Modi set appointed as Chairman of BJP's Central Election Campaign Committee". The Economic Times. 9 June 2013. મેળવેલ 9 June 2013.
- ↑ "Advani grabs lifeline, meekly withdraws resignation". The Times of India. 12 June 2013. મૂળ માંથી 14 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2013.
- ↑ "BJP announces Modi as prime ministerial candidate". The Hindu. 14 September 2013. મેળવેલ 17 April 2014.
- ↑ "It's official: Modi picked for Varanasi, Jaitley for Amritsar". The Times of India. 16 March 2014. મેળવેલ 4 April 2014.
- ↑ "Narendra Modi files nomination in Vadodara after grand roadshow". NDTV. 9 April 2014. મેળવેલ 17 April 2014.
- ↑ Kunwar, D S (27 April 2013). "Sadhus want Narendra Modi declared NDA's PM candidate". The Times of India. મૂળ માંથી 28 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 July 2013.
- ↑ "Academic brawl: Bhagwati-Panagariya pitch for Modi while Amartya Sen backs Nitish". The Economic Times. 18 July 2013. મેળવેલ 7 August 2013.
- ↑ Sen, Amartya (22 July 2013). "I don't want Narendra Modi as my PM: Amartya Sen". The Indian Express. મેળવેલ 17 April 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Modi's Vadodara victory margin not highest-ever". Business Standard. 16 May 2014.
- ↑ "વડોદરાની લોકસભાની સીટ માટે મોદીએ આપ્યું રાજીનામું, વારાણસીની બેઠક પર રહેશે સાંસદ". સંદેશ (દૈનિક). ૨૯ મે ૨૦૧૪. મૂળ માંથી 31 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2014.
- ↑ "Lok Sabha polls: Narendra Modi wins big from Varanasi, Vadodara". Zee News. 16 May 2014.
- ↑ "Election Results 2014: Narendra Modi Wins By Huge Margin in Vadodara". NDTV. 16 May 2014.
- ↑ "Election Results 2014: Ab Ki Baar, Modi Sarkaar. BJP+ set for more than 300 seats". NDTV. 16 May 2014.
- ↑ "President appoints Narendra Modi as Prime Minister, Oath taking ceremony on May 26". Office of President of India. 20 May 2014. મૂળ માંથી 21 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 26 May 2014.
- ↑ "Narendra Modi appointed PM, swearing-in on May 26". Indian Express. Press Trust of India. 20 May 2014. મેળવેલ 26 May 2014.
- ↑ "Narendra Modi: It's all about Narendra Modi as India prepares for mammoth 2019 election". The Economic Times. મેળવેલ 13 September 2020.
- ↑ Varanasi (Lok Sabha constituency)
- ↑ "Election Results 2019: PM Narendra Modi storms to victory in Varanasi". India Today (અંગ્રેજીમાં). 23 May 2019. મેળવેલ 13 September 2020.
- ↑ "Lok Sabha Election result 2019: Narendra Modi secures big lead in Varanasi; Congress' Ajay Rai trails". www.businesstoday.in. મેળવેલ 13 September 2020.
- ↑ "Narendra Modi to be sworn in as PM for 2nd term on May 30". The Economic Times. મેળવેલ 13 September 2020.
- ↑ "Alliance Wise Election Live Results 2019: Lok Sabha Elections Result Live Alliance Wise, Party Wise". News18. મેળવેલ 13 September 2020.
- ↑ "BJP wins 302 seats on its own in Lok Sabha election 2019, propels NDA alliance to a final tally of 353 seats in Lower House – Politics News , Firstpost". Firstpost. 24 May 2019. મેળવેલ 13 September 2020.
- ↑ "Narendra Modi appointed Prime Minister, swearing in on May 26". Times of India. ૨૦ મે ૨૦૧૪. મેળવેલ ૨૧ મે ૨૦૧૪.
- ↑ Swami, Praveen (૨૨ મે ૨૦૧૪). "In a first, Modi invites SAARC leaders for his swearing-in". The Hindu. મેળવેલ ૨૪ મે ૨૦૧૪.
- ↑ "Rs 500, Rs 1000 currency notes stand abolished from midnight: PM Modi", The Indian Express, ૯ નવેમ્બર ૨૦૧૬, http://indianexpress.com/article/india/india-news-india/narendra-modi-prime-minister-address-to-the-nation4364609
- ↑ "Making Up For Lost Time". India Today. મૂળ માંથી 2007-02-13 પર સંગ્રહિત. મેળવેલ 2006-02-12.
- ↑ "Modi wins fDi personality of the year award". Sify. મેળવેલ 2009-08-25.
- ↑ "Narendra Modi to be presented 'Gujarat Ratna' today". The Times of India. 18 March 2012. મૂળ માંથી 23 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 23 March 2012. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Twitter's Modi Express steams past 600,000 followers". ૧ મે ૨૦૧૨. મૂળ માંથી 2012-05-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ "Making Up For Lost Time". India Today. મૂળ માંથી 13 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2006.