નાઝિર દેખૈયા

વિકિપીડિયામાંથી
નૂરમોહમ્મદ અલારખ 'નાઝિર' દેખૈયા
જન્મનું નામ
નૂર મોહમ્મદ અલારખ દેખૈયા
જન્મનૂરમોહમ્મદ
(1921-02-13)13 February 1921
ભાવનગર, બ્રિટીશ ભારત
મૃત્યુ16 March 1988(1988-03-16) (ઉંમર 67)
ભાવનગર, ગુજરાત, ભારત
અંતિમ સ્થાનભાવનગર
ઉપનામનાઝિર
વ્યવસાયગઝલકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ૪ ધોરણ
લેખન પ્રકારગઝલ
નોંધપાત્ર સર્જનો
  • તુષાર (૧૯૬૨),
  • નાઝિરની ગઝલો ભાગ ૧-૨
  • સૂનાં સદન (૨૦૧૩)
જીવનસાથીહલીમાબાઈ

નૂરમોહમ્મદ અલારખ દેખૈયા તેમના તખલ્લુસ નાઝિર દેખૈયા તરીકે જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમના ગઝલસંગ્રહમાં તુષાર (૧૯૬૨), નાઝિરની ગઝલો (ભાગ ૧-૨) અને સૂનાં સદન (૨૦૦૬)નો સમાવેશ થાય છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૧ના રોજ ભાવનગર ખાતે અલારખભાઈ અને તેમની બીજી પત્ની ધનબાઇને ત્યાં થયો હતો.અલારખભાઈ બેન્ડમાસ્ટર હતા. બાળપણમાં જ માતાપિતાને ગુમાવનાર નાઝિરે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પારિવારીક 'ઇન્ડિયન અભુ બેન્ડ' માં ક્લેરિયોનેટ (એક સંગીતવાદ્ય) વાદક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભાઇઓના અકાળે અવસાન બાદ સમગ્ર પરિવારના નિર્વાહની જવાબદારી તેમણે સંભાળી લીધી. નાણાંકીય સ્થિતિને મજબૂત કરવા માટે તેઓ ૧૯૫૬માં જિલ્લા પંંચાયત લોકલ બોર્ડ, ભાવનગરમાં વર્ગ-૪ તરીકે જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી સેવા આપી હતી.[૧] અભુ બેન્ડ વિખરાયા બાદ આંબાચોકમાં એમનું રિલીફ બેન્ડ ચલાવતા.

ભાવનગરમાં ૧૬ માર્ચ ૧૯૮૮ના રોજ ન્યૂમોનિયાના કારણે તેનું અવસાન થયું હતું.[૧]

સર્જન[ફેરફાર કરો]

“કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો,
બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો.”

નાઝિર દેખૈયા[૧]
કવિ નાઝિર દેખૈયાની કબર

તેઓ ભાવનગરમાં એક સાહિત્યિક સભા ગઝલસભામાં ભાગ લેતા હતા, જ્યાં તેઓ કિસ્મત કુરેશી, બરકત વિરાણી, ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી (ઉપનામ: રૂસવા), વલી લાખાણી અને બટુક પંડ્યા સહિતના અન્ય કવિઓ સાથે પરિચિયમાં આવ્યા. તેમણે કિસ્મત કુરેશીના માર્ગદર્શન હેઠળ ગઝલનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૬૨માં પ્રકાશિત તુષાર, તેમનો પહેલો ગઝલસંગ્રહ છે જેમાં ૫૪ ગઝલોનો સમાવેશ છે. તુષાર -૨ (૧૯૭૮), નાઝિરની ગઝલો (ભાગ ૧-૨) અને સૂનાં સદન (૨૦૧૩) તેમના અન્ય ગઝલસંગ્રહો છે. તેમની ગઝલો મુખ્યત્વે સૂફીવાદની આસપાસ કેન્દ્રિત છે, જે ઈશ્વરની પૂજા કરે છે અને પ્રિયજનો સાથે વાતો કરે છે.[૨] તેમની ગઝલ ગગનવાસી મનહર ઉધાસ દ્વારા સ્વરાંકન કરવામાં આવી હતી.[૧]

તેમનું ટૂંકું જીવનચરિત્ર તેમની પૌત્રી સમીરા દેખૈયા પત્રાવાલા અને પૌત્ર ફિરદૌસ દેખૈયાએ ઓક્ટોબર ૨૦૧૬માં પ્રકાશિત કર્યું હતું.[૧]

અંગત જીવન[ફેરફાર કરો]

તેમના પિતા અલારખભાઈ એ બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની હુરબાઇ દ્વારા તેમને બે પુત્રો હતા; જમાલ ( "બેબસ" દેખૈયા, જે પણ એક કવિ પણ હતા) અને કાદર. હુરબાઇના મૃત્યુ બાદ, તેમણે ધનબાઇ સાથે લગ્ન કર્યા જેમણે રહીમ અને નૂરમોહમ્મદ (બાદમાં 'નાઝિર') ને જન્મ આપ્યો.નાઝિરનો ઉછેર તેના સાવકા ભાઈભાભી, જમાલ અને તેની પત્ની હવાબાઈ દ્વારા થયો હતો. તેણે હલીમાબાઇ સાથે લગ્ન કર્યા. તેમની બંને પુત્રીઓનું પ્રારંભિક વયે અવસાન થયું હતું. તેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Life and works of Nazir Dekhaiya, a gem in the realm of Gujarati Shayari". DeshGujarat News from Gujarat. 2016-10-24. મેળવેલ 2016-12-01.
  2. અંધારિયા, કનુ (2015). દવે, રમેશ આર.; દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદકો). ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ: ૭. અમદવાદ. પૃષ્ઠ 227–228. ISBN 978-81-930884-5-6.