નાની રાયણ (તા. માંડવી)

વિકિપીડિયામાંથી
નાની રાયણ (તા. માંડવી)
—  ગામ  —
નાની રાયણ (તા. માંડવી)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°52′11″N 69°21′24″E / 22.869829°N 69.356668°E / 22.869829; 69.356668
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

નાની રાયણ (તા. માંડવી) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

નાની રાયણ ગામમાં વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન સહિત સંશોધન દરમિયાન આશરે ૧૫૦૦-૧૮૦૦ વર્ષ જુના અવશેષો મળી આવ્યા હતા. માનવામા આવે છે કે આ અવશેષો મૈત્રક અને ગુપ્તકાળના છે. ઉત્ખનનના ઉપરના ભાગમાં કાચી ઈંટનું બાંધકામ તેમજ તેના નીચેના થરમાં ૩ મીટર સુધી ઊંડે ઉત્ખનન કરતાં માટીના ઠીકરા, શંખ, હાડકાં, કોડી વગેરે વસ્તુઓ સાથે ૪.૫ મીટર લાંબી ટાંકી પણ મળી આવી છે.[૨][૩]

માંડવી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત.
  2. "નાની રાયણ ગામે મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળ્યા". www.kutchmitradaily.com. મેળવેલ 2020-02-13.
  3. શાહ, રોનક (2019-02-24). "MSUની ટીમે નાની રાયણમાંથી 5મી સદીના અવશેષો શોધ્યા". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2020-02-13.