નાહિયેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાહિયેર
—  ગામ  —
નાહિયેરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°59′28″N 72°52′16″E / 21.991°N 72.871°E / 21.991; 72.871
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો આમોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની

ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી, શેરડી,

કેળાં, ડાંગર

રામજી-હનુમાનજી મંદિર, નાહિયેર

નાહિયેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ તાલુકાનું ગામ છે. નાહિયેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

નાહિયેર ગામ ભરૂચથી આમોદ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. અહીંના હનુમાનજી મંદિરનો વિશેષ મહિમા છે તેમ જ સાથે રામજી મંદિર પણ આવેલું છે. શ્રાવણ મહિનામાં તેમ જ દર શનિવારે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. આ ઉપરાંત આ ગામમાં સ્વામી નારાયણ ગુરુકુળ પણ આવેલું છે.